________________
६६
मुनिं तत्र स्थितं चैकं, जैनसिद्धांतपारगम् । શુદ્ધધર્મોપવેદાર, શ્રીદ્ધિવિનયા યમ્ ॥૨૧॥
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
श्रुत्वैष बहुभिर्युक्तो मुनिभिरपरैरपि । ઉદ્ધતું નિનમાત્માન, મેનોપાશ્રયં યૌ ।। ૩૦ || ||જુબ||
પછી જૈન સિદ્ધાંતોના પારંગામી તથા શુદ્ધ ધર્મનો ઉપદેશ દેનારા એવા શ્રી બુદ્ધિવિજયજી નામના મહા મુનિને ત્યાં (અમદાવાદમાં) રહેલા સાંભળીને, તે આત્મારામજી મહારાજ બીજા પણ ઘણા મુનિઓ સહિત પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે તેમને ઉપાશ્રયે ગયા.
જીરા, કોટલા, અંબાલા, લુધીઆના, લાહોર, રોપડ, જેજો, રામનગર અને સરહિંદ વગેરે ઘણાંક સ્થળોમાં તેમણે ફરીને ત્યાંના શ્રાવકોને પોતાના પક્ષમાં આણ્યા. પછી સંવત ૧૯૨૯નું ચોમાસું શ્રી આત્મારામજીએ જીરામાં કર્યું. એ ચોમાસા બાદ સર્વ સાધુઓ ફરતા રહ્યા. જેથી લગભગ ૭૦૦૦ શ્રાવકો ઢુંઢક મત છોડીને શુદ્ધ ધર્મમાં દાખલ થયા. સંવત ૧૯૩૦નું ચોમાસું અંબા-લામાં, અને સંવત ૧૯૩૧નું ચોામસું હુશિયારપુરમાં કર્યું. એ ચોમાસા બાદ બધા સાધુઓ લુધીઆનામાં એકઠા થયા. તેમણે શ્રી આત્મારામજીને કહ્યું કે, મહારાજ ! હવે આ શાસ્ત્રથી વિરુદ્ધ ઢુંઢકોના વેષમાં અમોને ક્યાં સુધી ફેરવશો ? હવે તો કૃપા કરી શાસ્ત્ર મુજબ જે ગુરુ હોય, તેની પાસે દીક્ષા લેઈ શાસ્ત્રોક્ત વેષધારી યર્થાથ ગુરુ ધારણ કરવા જોઈએ. તથા શ્રી શત્રુંજય અને ગિરનાર વગેરેનાં દર્શન કરાવીને અમારો જન્મ સફળ કરાવો. આ વાત શ્રી આત્મારામજીને પણ પસંદ પડવાથી તેઓ ત્યાંથી નીકળીને હાંસી, ભિયાણી, ડીડવાણા, મેડતા, પાલી અને આબુરાજ વગેરેની યાત્રા કરીને અમદાવાદ પધાર્યા. એ વખતે અમદાવાદમાં શાન્તિસાગર નામે એક સાધુએ જૈન મતની વિરુદ્ધમાં કેટલુંક ધાંધળ મચાવી મૂક્યું હતું. તેની સાથે શ્રી આત્મારામજીએ શાસ્રરીતિએ વાદ કરીને તેને નિરુત્તર કર્યો. અને તે દિવસથી તેણે ચર્ચા કરવી છોડી દીધી. અમદાવાદના શ્રાવક સંઘે શ્રી આત્મારામજીનું અપૂર્વ જ્ઞાન અને બુદ્ધિ જોઈને ઘણી સ્તુતિ કરી. તથા પોતાને દર્શનનો લાભ આપી સત્ય માર્ગ દર્શાવ્યાથી આભાર માન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org