________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। - હવે માતા પણ પુત્રને નિશ્ચિત મનવાળા જાણીને, પછી દુ:ખે કરીને તે દીક્ષા લેવા માટે રજા આપતી હવી. आत्मारामोऽपि तत्साधो, स्त्वरितं सविधे ययौ । जग्राह च ततो दीक्षां, विशुद्धसरलाशयात् ।। ५ ।।
(પછી) આત્મારામજી પણ તે સાધુ પાસે તરત ગયા, અને તેમની પાસેથી શુદ્ધ તથા સરલ આશયથી (તેમણે) દીક્ષા લીધી. तेन सार्धं ततः सोऽपि, विहरन् पृथिवीतले । ददर्श सकलां रीतिं, ढुंढकमतचारिणाम् ॥ ६ ॥
પછી તે આત્મારામજી પણ તેની સાથે પૃથ્વીતલ પર વિહાર કરતા થકા, તે ઢંઢક મતમાં રહેલાઓની સઘળી રીતિ જોવા લાગ્યા.
૧. આત્મારામજીની બુદ્ધિ ઘણી જ તીવ્ર તથા નિર્મળ હતી. તેમના ગુરુ બહુ ભણેલા નહોતા. તેથી તેમણે કાશીરામ નામે એક ઢંઢક શ્રાવકની પાસે ઉત્તરાધ્યયનના કેટલાક પાઠો શીખી લીધા અને દીક્ષા લીધા પછી પંદર દિવસમાં તેઓ વ્યાખ્યાન કરવા લાગ્યા. પછી તેઓ ગુરુની સાથે ત્યાંથી નીકળીને સરસારાણીયા ગામમાં ગયા, અને સંવત ૧૯૧૧નું ચોમાસું ત્યાં જ કર્યું. ત્યાં માલેરકોટલાના રહીશ ખરાયતીમલ અગ્રવાલ વાણિઆ દીક્ષા લઈને આત્મારામજીના ગુરુભાઈ થયા. તે હાલ કાઠિઆવાડ પ્રાંતમાં વિચરે છે. જેનું નામ સંવેગીપણાની દીક્ષામાં શ્રી ખાંતિવિજયજી છે. તથા તેઓ મહાજ્ઞાની અને તપસ્વી છે. આત્મારામજીએ રાણીયામાં રહીને વૃદ્ધ પોસાલીય તપગચ્છના રૂપઋષિજી પાસે ઉત્તરાધ્યયન સૂત્ર વાંચ્યું. ત્યાંથી તેઓ યમુના નદીવાસી રૂડમલ્લ સાધુની પાસે શાસ્ત્ર ભણવા ગયા, અને તેમની પાસેથી એક વિવાદ શાસ્ત્ર શીખ્યા. ત્યાંથી દિલ્લી થઈને સરગથલ ગામ ગયા. ત્યાં સંવત ૧૯૧૨નું ચોમાસું કર્યું ત્યાંથી ગુરુ જીવણરામજી અને ગુરુબંધુ ખરાથતી મલ્લની સાથે તેઓ જયપુરમાં ગયા. ત્યાં અમીચંદ-શ્રુતકેવળી નામે ઢંઢક પાસેથી આત્મારામજીએ આચારાંગસૂત્ર ભણવાનું શરૂ કર્યું. ત્યાંના ઢેઢક લોકોએ આત્મારામજીને કહ્યું કે, તમે વ્યાકરણ ભણશો નહિ, અને ભણશો તો તમારી બદ્ધિ બગડી જશે. વિદ્યા હાંસલ કરણરૂપ અમૃતમેઘવર્ષણ સમાન જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org