SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ: સf एकदा समादिष्टो, गुरुभिर्गुरुडंबरैः । नार्चनीया जिनार्चेति, मोक्षाध्वगमनोत्सुकैः ॥ ७ ॥ એક દહાડો મોટા આડંબરવાળા એવા ગુરુએ, તેમને એવો ઉપદેશ કર્યો કે, મોક્ષમાર્ગ પ્રતે જવાને ઉત્સુક એવા (માણસોએ) જિનપ્રતિમા પૂજવી નહીં. शिष्योऽवोचच्च तं नीचे, बुद्धिन्यकृतगी:पतिः । वचोऽनुचिततायुक्तं, क्वैवं श्रुतेऽस्ति चांचितम् ॥ ८॥ (ત્યારે) બુદ્ધિએ કરીને દૂર કરેલ છે બૃહસ્પતિને જેણે એવા શિષ્ય તેને હળવે રહીને કહ્યું કે, એવી રીતનું અનુચિતતાવાળું વચન ખરેખર કયા શાસ્ત્રમાં પૂજનિક થએલું છે ? અવસ્થા હતી, તેમાં એવી રીતે અંગારાની વર્ષા થઈ! કારણ કે એ વેળાએ આત્મારામજી દરરોજ ૩૦૦ શ્લોક કંઠાગ્ર કરી શકે, તેવી તેમનામાં શક્તિ હતી. પરંતુ એ ઉત્તમ યોગ ઉપર કહ્યા મુજબ નિષ્ફળ થયો. આત્મારામજી જયપુરથી અજમેર ગયા. ત્યાં લક્ષ્મણજી, દેવકરણજી અને જીતમલજી વગેરે ઢંઢક સાધુઓ પાસે કેટલાંક શાસ્ત્રો ભણ્યા. ત્યાંથી પાછા ફરી અમીચંદ ઢેઢક પાસે ભણવા સારુ સંવત ૧૯૧૩નું ચોમાસું તેમણે જયપુરમાં કર્યું. ત્યાર પછી તેઓ નાગોર શહેરમાં ગયા. ત્યાં હંસરાજ નામે શ્રાવક પાસેથી અનુયોગદ્વાર શાસ્ત્ર ભણ્યા. પછી ત્યાંથી જોધપુર જઈને વૈદ્યનાથ પટવા ઓસવાળ પાસેથી વિદ્યાપઠન કરી. એ વૈદ્યનાથ વ્યાકરણ ભણવું, એ શ્રેષ્ઠ માનતો, તથા ભાષ્યકાર અને ટીકાકારનાં કથનને બહુ જ પ્રમાણિક અને સત્ય ગણતો હતો. તેણે આત્મારામજીને કહ્યું કે, તમે વ્યાકરણાદિ ભણીને પછી શાસ્ત્રોની ભાષ્ય ટીકા વગેરે ભણો તો તમારી બુદ્ધિ સફળ થાય. પરંતુ કેટલાક ઢંઢક શ્રાવકોના ભમાવ્યાથી આત્મારામજીને વૈદ્યનાથના વચનામૃતની રુચિ થઈ નહિ. પછી આત્મારામજી ત્યાંથી નીકળીને પાલી વગેરે શહેરોમાં થઈ નાગોરમાં ગયા. ત્યાં જીવણરામજીની સાથે સંવત ૧૯૧૪નું ચોમાસું કર્યું ત્યાં ઢંઢકોના શ્રી પૂજ્ય કચોરીમલ્લની પાસેથી તથા નંદરામ, ફકીરચંદ વગેરે સાધુઓની પાસેથી સૂયગડાંગ, પ્રશ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy