________________
३७६
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। श्रीहीरविजयस्यापि । शिष्यौ द्वौ च बभूवतुः । श्रीप्रेमविजयस्यापि, त्रयः शिष्याश्च जज्ञिरे ॥५३ ॥
(કુમદવિજયજીના શિષ્ય) શ્રી હીરવિજયજી મહારાજના પણ બે શિષ્યો થયા; તથા (હર્ષવિજયજીના શિષ્ય) શ્રી પ્રેમવિજયજી મહારાજનાં ત્રણ શિષ્યો થયા.
૧. શ્રી હીરવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી સુંદરવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા અમૃતસર નામે શહેરના રહેવાસી હતા, તથા તેમનું નામ મોતીચંદ હતું. તેમણે મહારાજ શ્રી હીરવિજયજી પાસે સંવત ૧૯૩૭માં ગુજરાવાલામાં દીક્ષા લીધી હતી.
તેમના બીજા શિષ્યનું નામ શ્રી લબ્લિવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે પોરવાડ વાણીઆ તથા પાટણના રહેવાસી હતા; વળી તેમનું નામ વાડીલાલ હતું. તેમણે મહારાજ શ્રી હીરવિજયજી પાસે સંવત ૧૯૪૫માં પાલણપુરમાં દીક્ષા લીધી હતી.
૨. શ્રી પ્રેમવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી માણેકવિજયજી મહારાજ છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે દશા ઓશવાળ વાણી તથા સુરતના રહેવાસી હતા; વળી તેમનું નામ માણેકચંદ હતું. તેમણે મહારાજ શ્રી પ્રેમવિજયજી પાસે સંવત ૧૯૪૨માં પાલીતાણામાં દીક્ષા લીધી હતી; તેઓ વિદ્વાન તથા અત્યંત શાંત સ્વભાવી અને ગંભીર છે; તથા તેમની ઉપદેશશક્તિ ઘણી જ અસરકારક છે.
તેમના બીજા શિષ્યનું નામ શ્રી જ્ઞાનવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે દશાશ્રીમાલી વાણીઆ તથા અમદાવાદના રહેવાસી હતા. અને તેમનું નામ ગોપાલજી હતું. તેમણે મહારાજ શ્રી પ્રેમવિજયજી પાસે સંવત ૧૯૪૪ માં અમદાવાદમાં દીક્ષા લીધી હતી.
તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી માનવિજયજી છે, તેઓ સંસારીપણામાં જ્ઞાતે દશાશ્રીમાલી વાણીઆ તથા અમદાવાદના રહેવાસી હતા; વળી તેમનું નામ મગનલાલ હતું. તેમણે સંવત ૧૯૪૫માં મહારાજ શ્રી પ્રેમવિજયજી પાસે પાલણપુરમાં દીક્ષા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org