________________
શેકશ: પń /
૧
શ્રી હંસવિજયજી મહારાજના ચાર શિષ્યો થયા.
તેઓ સંસારીપણામાં શાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ચુડાના રહેવાસી હતા. વળી તેમનું નામ જયચંદ હતું. તેમણે સંવત ૧૯૪૫માં મહારાજ શ્રી કમલવિજયજી પાસે પાલણપુરમાં દીક્ષા લીધી હતી.
३७५
૧. શ્રી હંસવિજયજી મહારાજના પેહેલા શિષ્યનું નામ શ્રી હેમવિજયજી છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાળી વાણીઆ તથા ગુજરાતમાં આવેલા ડભોઇ નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ મોતીલાલ હતું. તેમણે મુનિમહારાજ શ્રીહંસવિજયજી પાસે સંવત ૧૯૪૦માં અમદાવાદમાં
દીક્ષી લીધી હતી.
તેમના બીજા શિષ્યનું નામ શ્રી સંપદ્ધિજયજી મહારાજ છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે પોરવાડ વાણીઆ તથા ગુજરાતમાં આવેલા પાટણ નામે શહેરના રહેવાસી હતા; વળી તેમનું નામ વાડીલાલ હતું. તેમણે મહારાજ શ્રી હંસવિજયજી મહારાજ પાસે સંવત ૧૯૪૨માં ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલા માતર નામે ગામમાં દીક્ષા લીધી હતી. તે શ્રી સંપદ્વિજયજી મુનિરાજ જૈનશાસ્ત્રઓના જાણનારા તથા મહારાજશ્રીના પરિવારમાં વિદ્વાન મુનિઓમાંના એક છે. તેઓ ધર્મકાર્યોમાં ઘણો જ ઉત્સાહ ધરનારા તથા ગુરુભક્તિમાં તત્પર છે. તેમણે ઘણી જ નાની ઉંમરમાં મોક્ષસુખ આપનારું જૈન સંયમ ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ ક્રિયાથી પાળ્યું છે. વળી તેઓ સ્વભાવે શાંત તથા વૈરાગ્યવંત છે. પોતાનો સઘળો સમય જૈનશાસ્ત્રોનું જ્ઞાન મેળવવામાં તથા ધર્મોન્નતિનાં કાર્યો કરવામાં ગાળે છે. વળી વિશેષ પ્રકારે તે મુનિમહારાજની પ્રેરણા તથા ઇચ્છાથી આ શ્રી વિજયાનંદાભ્યુદય મહાકાવ્ય નામના ગ્રંથની રચના કરવામાં આવી છે; અને તે જ તેમની પરમ ગુરુભક્તિ દેખાડી આપે છે. તેઓ હમેશાં પોતાના ગુરુમહારાજ શ્રી હંસવિજયજી મહારાજની સાથે રહી તેમની નિરંતર સેવા બજાવે છે. અને તેમ કરી પોતાના આત્માને તેઓ સફલ કરે છે.
તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી તીર્થવિજયજી છે; યતિધર્મમાં તેમનું નામ તારાચંદ હતું. તથા તેઓ કાશીના રહેવાસી હતા. તેમણે મહારાજ શ્રી હંસવિજયજી મહારાજ પાસે સંવત ૧૯૪૮માં પૂર્વમાં દીક્ષા લીધી હતી.
તેમના ચોથા શિષ્યનું નામ શ્રી દોલતવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે શ્રીમાળી વાણીઆ તથા દસાડા નામે ગામના રહેવાસી હતા, તેમણે સંવત ૧૯૫૧માં મારવાડમાં આવેલા ફલોધિ નામે ગામમાં મહારાજ શ્રી હંસવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org