________________
३७०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। श्रीरंगविजयस्याथ, शिष्यौ द्वौ च बभूवतुः। સિદ્ધાંતતત્ત્વજ્ઞ, ધ્યાનપરાય છે. ૪૭
હવે શ્રી રંગવિજયજી મહારાજના જેનસિદ્ધાંતના તત્ત્વોને જાણનારા તથા ધર્મધ્યાનમાં તત્પર એવા બે શિષ્યો થયા. अभूतामथ शिष्यौ द्वौ, चारित्रविजयस्य च । प्रमोदविजयस्यापि, शिष्यश्चैको बभूव च ॥४८।।
હવે શ્રી ચારિત્રવિજયજી મહારાજના બે શિષ્યો થયા; તથા
સ્થપાવી છે; તથા ઘણી જગોએ તે મહારાજશ્રીની મૂર્તિઓ પણ સ્થપાવી છે. વળી તેમણે વળામાં (અસલના વલ્લભીપુરમાં) દેવટ્ટીગણી ક્ષમાશ્રમણની મૂર્તિ પણ સ્થપાવી છે. તેમણે નિંદ્રસ્તુતિનિર્ણય, પૂર્વદેશસ્તવનાવાળી વગેરે પુસ્તકો રચીને ભવ્ય લોકો પ્રતે ઘણો ઉપકાર કર્યો છે; ઈત્યાદિ ઘણાં જૈનધર્મોન્નતિનાં કાર્યો તેમણે કર્યો છે. હાલમાં તે મુનિમહારાજ પોતાના શિષ્યો સહિત વરાડ પ્રાંતમાં આવેલા અમરાવતી નામના નગરમાં બિરાજે છે.
૧. શ્રી રંગવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી કલ્યાણ વિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા રોપડ નામના ગામના રહેવાસી છે. અને તેમનું નામ કલ્યાણચંદ હતું. તેમણે સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજ શ્રી રંગવિજયજી પાસે દીક્ષા લીધી હતી.
બીજા શિષ્યનું નામ શ્રી ચંદ્રવિજયજી છે; તથા તે સંસારીપણામાં જ્ઞાત બ્રાહ્મણ તથા પંજાબમાં આવેલા ઝંડીયાલા નામે ગામના રહેવાસી હતા; તથા તેમનું નામ પ્રભુદયાળ હતું. તેમણે પણ અમદાવાદમાં મહારાજ શ્રી રંગવિજયજી પાસે સંવત ૧૯૩૧માં દીક્ષા લીધી હતી. તથા તે મહા વૈરાગ્યવંત છે.
૧. શ્રી ચારિત્રવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી કલ્યાણ વિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા હુશીયારપુર નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ કલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org