________________
३६२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
તે પછી આ મુનીદ્રના વૈરાગ્યયુક્ત તથા તત્ત્વજ્ઞાનમાં તત્પર એવા શ્રી અમરવિજયજી નામે શિષ્ય થયા.
एवं त्वस्य मुनींद्रस्य, शिष्याणां स्वल्पवर्णनम् । कृतं मयाधुना त्वेषां शिष्याणां वच्मि वर्णनम् ॥ १८ ॥ એવી રીતે આ સૂરિરાજના શિષ્યોનું મેં સ્વલ્પ વર્ણન કર્યું; અને હવે તે શિષ્યોના શિષ્યોનું વર્ણન હું કહું છું.
श्रीलक्ष्मीविजयस्याथो, सर्वशास्त्रविशारदाः । चत्वारोऽत्राभवञ् शिष्या, गुरुभक्त्येकमानसाः ।। १९ ।।
હવે શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના સર્વ શાસ્ત્રોમાં વિચક્ષણ તથા ગુરુભક્તિમાં જ એક ચિત્તવાળા ચાર શિષ્યો થયા. प्रभाविकोऽथ शिष्येषु, श्रीलक्ष्मीविजयस्य च । વમૂવ મૂવિ વિજ્ઞાત:, શ્રીહંસવિનયામિધ: ।।૨૦।।
હવે શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્યોમાં પ્રભાવિક તથા પૃથ્વીમાં પ્રખ્યાત એવા શ્રી હંસવિજયજી નામે શિષ્ય થયા.
.
૧. શ્રી અમરવિજયજી સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાલી વાણીઆ તથા ડભોઇના રહેવાસી હતા; અને તેમનું નામ હિંમતલાલ હતું. તેમણે સંવત ૧૯૩૯માં લુધીયાનામાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી.
૨. તે ચારે શિષ્યોમાં પેહેલા શ્રી કુમુદવિજયજી મહારાજ હતા. તે સંસારીપણામાં જ્ઞાતે ખંડેરવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા બિલોલપુર નામે ગામના રહેવાસી હતા; ઢુંઢકપણામાં તેમનું નામ ચીમનલાલજી હતું. તેમણે સંવત ૧૯૩૧ માં અમદાવાદમાં શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી.
બીજા શિષ્ય શ્રી હર્ષવિજયજી નામે હતા. તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા રાવલપીંડી નામે ગામના રહેવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org