________________
चतुर्दशमः सर्गः ।
३३५
હવે ત્યાં બ્રહ્મ નામના સુભટે કરીને એકદમ ભાલાંથી હૃદયમાં વિંધાએલો તથા ખેદયુક્ત શરીરવાળો કામદેવ નામનો સુભટ તુરત પવનથી હણાએલું ઉત્તમ બગીચામાં રહેલું વૃક્ષ જેમ, તેમ ખરેખર પૃથ્વી પર પડયો.
रत्याः पतिं च पतितं पृथिवीतलेऽधो । धूलौ विलुंठतमवेक्ष्य तदीयजीवः ॥
स्थाने गतं प्रतिकुले च मुमोच तूर्णं । जीवा यदूर्ध्वगतयः समयप्रसिद्धाः ।। ५२ ॥
હવે તે કામદેવ નામના સુભટને નીચે પૃથ્વીતલ પર પડેલો, ધૂલીમાં લોટતો તથા પ્રતિકૂલ સ્થાનકે પડેલો જોઇને, તેનો જીવ તુરત (તેને) તજતો હવો; કેમકે જીવો ઊર્ધ્વગતિવાળા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે.
एवं गतासुमथ कामभटं निरीक्ष्य । वीराग्रिणं सपदि संगरभूमिभागे ॥
हाहारवोऽजनि तदैव चमूचराणां ।
सैन्ये सखेदमिह मोहमहीधवस्य ।। ५३ ॥
હવે એવી રીતે વીરોમાં અગ્રેસરી એવા કામ નામના સુભટને રણસંગ્રામની ભૂમિમાં તુરત મૃત્યુ પામેલો જોઈને, તે જ વખતે અહીં મોહરાજાના સૈન્યમાં ખેદ સહિત સુભટોનો હાહાકાર થયો.
१. समयः शपथाचार | सिद्धांतेषु तथा धियि ॥ इति मेदिनी ॥ समयनम्। समीयतेऽत्र अनेन वा । समेति वा 'इण् गतौ' (अ० प० अ० ) । 'इ गतौ' (भ्वा० प० से०) वा । 'एरच्' (३ । ३ । ५६) । 'पुंसि-' (३। ३ । ११८) इति घोवा ।। पचाद्यच् ( ३। १। १३४) वा । इति स्वोपज्ञटीकायाम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org