________________
૨૨
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। आदायादेयकीर्तीनां, मूर्तीनां शाश्वतार्हताम् । श्रेणिमानंदिवंदारु, वृंदारकविवंदिताम् ॥ ८० ॥ अनेकानोकहागार, गतानां केकिनां किल । केकाकलापदेशेन, कृतसंगीतडंबरः ।। ८१ ॥ तुंगशृंगाश्रितश्रेणि, जलदानां पयोभृताम् । गरिवमृदंगानां, शब्देस्तालसमाश्रितः ॥ ८२ ॥ वाताचलिततर्वालि, प्रोच्छ्रिता ग्यभुजोच्चयः । वृक्षगोत्फुल्लपुष्पौघ, च्छद्मनापन्नहास्यकः ॥ ८३ ॥ उत्फुल्लपुलकांकुरो, दर्भसंदर्भदंभतः । માનંન્નસંતોહા, નૃત્યવાયમન્વહમ્ | ૮૪ / પંપા સુત્રમ્
ગ્રહણ કરવા લાયક છે કીર્તિ જેઓની એવા શાશ્વતા જિનેશ્વરોની મૂર્તિઓની, આનંદી તથા વંદન કરનાર એવા દેવોએ કરીને વંદાએલી એવી શ્રેણિને ધારણ કરીને, અનેક વૃક્ષોરૂપી ઘરો પર રહેલા એવા મયૂરની વાણીના મિષથી કરેલ છે સંગીતનો આડંબર જેણે એવો તથા ઊંચાં શિખરોને આશ્રિત થયેલ છે શ્રેણિઓ જેની, એવા જળથી ભરેલાં વાદળાંઓના ગજ્જરવરૂપી મૃદંગોના શબ્દોએ કરીને તાલને આશ્રિત થએલો તથા પવનથી ચારે બાજુથી ચાલતી જે વૃક્ષોની પંક્તિ, તેરૂપી ઊંચો કરેલો છે ભુજાઓનો સમૂહ જેણે એવો તથા વૃક્ષ પર રહેલા પ્રફુલ્લિત પુષ્પોના સમૂહના મિષથી ધારણ કરેલ છે હાસ્ય જેણે એવો તથા ઘાસના સંગ્રહના મિષથી થએલા છે રોમાંચના અંકુરો જેને એવો, આ મેરુ પર્વત આનંદકંદના સમૂહથી જાણે હમેશાં નાચતો હોય નહીં જેમ (તેમ લાગતો હવો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org