________________
३१६
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પર ચડેલા, મારવાને ઉદ્યમવંત થએલા, દુ:ખિત કરેલ છે સર્વ ભૂમિ પરના લોકોને જેણે, વધ કરવા લાયક તથા બાણ આદિક વિવિધ પ્રકારના હથિયારોને ધારણ કરનારા એવા તે આ મિથ્યાત્વ નામના સેનાપતિને તમે જુઓ. वीरं च तं जगति जंतुजयप्रवीणं ।
कामं विपश्यत सुमायुधधारकं च ॥ पार्श्वस्थमस्य विधृतोग्रवसंतवाहं ।
पौष्पैरपि स्वविशिखैर्जनघातकं च॥६॥
વળી (હે મુનિરાજ!) જગતમાં પ્રાણીઓને જીતવામાં પ્રવીણ, પુષ્યરૂપી હથિયારને ધારણ કરનારા, ધારણ કરેલ છે ભયંકર એવો વસંતરૂપી ઘોડો જેણે, તથા પોતાના પુષ્પનાં બાણોથી પણ લોકોનો ઘાત કરનારા એવા કામદેવ (નામના) તેની (સેનાપતિની) પડખે રહેલા યોદ્ધાને તમો જુઓ. पार्श्वेऽस्य कोपसुभटं कटके गतं तं ।
कालानलव्रजशिखाग्रसखं सुखेन ॥ वेगेन वो नयनगोचरमीश यूयं ।
दुाननामरथगं कुरुतोग्रशस्त्रम् ।। ७ ॥
(વળી) હે સ્વામી ! એની (કામદેવની) પડખે લશ્કરમાં રહેલા, કલ્પાંતકાળના અગ્નિના સમૂહની શિખાના અગ્રભાગ સરખા, દુધ્ધન નામના રથ પર ચડેલા, તથા ભયંકર શસ્ત્રવાળા એવા તે ક્રોધ નામના સુભટને તમો વેગથી સુખે કરીને દષ્ટિગોચર કરો.
१. वाहो भुजे पुमान्मान-भेदाश्ववृषवायुषु ॥ इति मेदिनी ॥ २. विशिष्टा શિવમસ્થા ‘વિશિd: રા' તિ શૈ: ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org