________________
પ્રથમ સf. / यल्लब्धलाभलक्षोऽपि, क्षोभयुक्तस्तु तत्पुरः । પ્રાકૃત રામાય, નૈર્યુવતઃ || ૬૮ || Infમવિશેષમ્ II
ધનના સમૂહથી જાણે કુબેરના ભાઈ સરખો અને નાના પ્રકારના દેશોમાં ભમવાથી મળેલો છે લક્ષ્મીનો સમૂહ જેને, એવો આ સમુદ્ર વહાણવટી વેપારીની પેઠે, જે ચંદ્ર પાસેથી (પક્ષે- જે રાજા પાસેથી) પોતાને લાખો ગમનો લાભ મળેલો છે, તેની પાસે પણ જરા ક્ષોભયુક્ત થયો થકો, ત્રાસ આપેલ છે, સઘળાં પધોવાળાં સરોવરોને જેણે, (પક્ષે- ત્રાસ આપેલ છે ધનવાનોને જેણે!) એવા ચંદ્રને (પક્ષે–રાજાને) પોતાનાં કિરણોથી (પક્ષેરાજાએ નાખેલા કરોથી) તથા તેજથી (પક્ષે–બળથી) શોભતો જોઈને આદરપૂર્વક મોજાંરૂપી ઊંચા કરેલા હાથમાં ધારણ કરેલાં રત્નોએ કરીને હમેશાં ભેટશું કરતો હવો. अंभोधर इवांभोधि, रुर्मिगर्जारवोर्जितः । श्यामलो यो विभाति स्म, रत्नपुंजतडिद्वहः ॥६९ ॥
મોજાઓના ગજ્જરવોથી પ્રખ્યાત તથા શ્યામ કાંતિવાળો અને રત્નોના સમૂહરૂપી વીજળીને ધારણ કરનારો જે આ સમુદ્ર (વળી) વરસાદ સરખો શોભે છે. यादसां पतिरप्रीतो, गांभीर्यौदार्यधारकः । संनिरीक्ष्य निजं ग्लावं, कलंकांकितमंगजम् ।। ७० ॥ ध्रुवं रंगत्तरंगौघ, चपेटाभिरताडयत् । अन्यथासीत्कथं सोऽथो, धन्नेवारुणकांतिभृत् ।।७१ ।। ॥ युग्मम् ।।
ગંભીરતાને, તથા (રત્નાદિકના આપવાથી) ઉદારતાને ધારણ કરનારો આ સમુદ્ર પોતાના પુત્ર ચંદ્રને કલંકયુક્ત જોઈને, ઉછળતાં
૧. રાજાઓ તરફથી ધનવાનોને હમેશાં ડર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org