________________
२८२
निर्गत्येतः समागत्य, पट्टीनामपुरं वरम् । चतुर्मासं च तत्रास्था, च्छिष्यैः संसेवितो मुनिः ॥ १५ ॥ ।
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
ત્યાંથી નીકળીને, પટ્ટી નામના ઉત્તમ નગરમાં આવીને, શિષ્યોથી સેવાએલા તે મુનિરાજ ચતુર્માસ રહ્યા.
तत्रैकः श्रावकोऽपृच्छ, न्मुनीशं तं प्रणम्य च । स्वामिन्कतिमता मह्या, मीश्वरं जगतोऽनिशम् ॥ १६ ॥ कर्तारं कथयति य, निजशास्त्रपरायणाः । तत्तु सत्यमसत्यं वा, प्रसद्य कथयंतु मे ॥ १७ ॥ | ।। युग्मम्।।
ત્યાં એક શ્રાવક તે મુનિરાજને નમસ્કાર કરીને પૂછવા લાગ્યો, કે હે સ્વામી! પોતપોતાનાં શાસ્ત્રોમાં તત્પર થએલા કેટલાક મતો હંમેશાં ઈશ્વરને જગત્કર્તા કહે છે, તે સત્ય છે કે, અસત્ય છે? તે આપ કૃપા કરીને મને કહો.
तच्छ्रुत्वाथ मुनींद्रोऽपि तं जगाद सुधानिभाम् । वाचं मिथ्यात्वनाशैक, दक्षां जिनविभाषिताम् ॥ १८ ॥
તે સાંભળીને હવે (તે) મુનિરાજ પણ અમૃત સરખી, તથા મિથ્યાત્વનો નાશ કરવામાં સમર્થ એવી જિનોએ કહેલી વાણી
બોલવા લાગ્યા.
नास्ति कोऽपि जगत्कर्ता, दृश्यते तत्त्वनादिकम् । जगत्यत्र सदा ज्ञेयाः, सर्वे भावाः स्वभावजाः ।। १९ ॥
જગત્કર્તા કોઇ પણ નથી, તે તો અનાદિ દેખાય છે, અને આ જગતમાં સર્વ પદાર્થો સ્વભાવથી ઉત્પન્ન થએલા જાણવા.
मता भूवि मन्यंत, ईश्वरं सृष्टिकारकम् । ते मिथ्यात्विमता नित्यं, विज्ञेयाः सुविचक्षणैः ॥ २० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org