SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથs: સf. / १७ જેમ લક્ષ્મીવાન પુરુષને શૃંગાર રસવાળી યુવાન સ્ત્રીઓ અત્યંત આલિંગન કરે છે, તેમ (પક્ષે- પાણીને ધારણ કરનારી) નદીઓ પણ ઉછળતાં એવાં ચપલ મોજાંરૂપી હાથના સમૂહોએ કરીને જે આ સમુદ્રને આલિંગન કરે છે. (સમુદ્ર પણ લક્ષ્મીવાળો પ્રસિદ્ધ જ છે.) पुत्रं तुष्यति यो नित्यं, दृष्ट्वा कुमुदबांधवम् । कलाकलापसंपन्नं, ललितं शुभ्रदेहिनम् ॥६० ।। જે આ સમુદ્ર, કલાના સમૂહ વડે કરીને યુક્ત તથા મનોહર અને શ્વેત શરીરવાળા પોતાના પુત્ર ચંદ્રને જોઈને હમેશાં ખુશી થાય છે. (વૃદ્ધિ પામે છે.) (કેમકે એવા ગુણી પુત્રને જોઈને પિતા ખુશી થાય, એ સ્વાભાવિક જ છે.) सुवृत्तो कमलायुक्तो, मुक्तोत्करकृतादरः । मुक्तालय इवाभाति, चित्रं क्षारयुतोऽपि सः ॥६१ ।। . આશ્ચર્યની વાત છે કે, તે સમુદ્ર ખારયુક્ત છે, છતાં પણ તે મોક્ષસ્થાનકની પેઠે શોભે છે, કેમકે ગોળાકાર (પક્ષે–ઉત્તમ વ્રતવાળો) લક્ષ્મીવાળો (પક્ષે–મોક્ષરૂપ લક્ષ્મીવાળો) તથા મોતીઓના સમૂહોથી કરાએલો છે, આદર જેનો (પક્ષે-મોક્ષમાં ગએલા માણસોથી કરાએલો છે આદર જેનો) એવો છે. श्रियं श्रीपतिना सार्ध, मुद्वाह्य मुदितेन हि । गृहजामातृलाभाद्व, तेनोद्वेलमनर्त्यत ।। ६२ ॥ તે સમુદ્ર (પોતાની દીકરી) લક્ષ્મીને શ્રીકૃષ્ણની સાથે પરણાવીને ઘરજમાઈના લાભથી જાણે હોય નહિ જેમ, તેમ ખુશી થયો થકો એકદમ ઉછાળા મારી નાચતો હવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy