________________
પ્રથમ:
: !
જે લવણ સમુદ્ર પૃથ્વીરૂપી સ્ત્રીના કટી પાછળના તટ પર શોભી રહેલા તથા રત્નોવાળા અને મોતીઓના સમૂહથી જડેલા કંદોરાની પેઠે શોભે છે. उल्ललल्लोलकल्लोल, बाहुभिर्बहुभीरयात् । यो ग्रहिलोव चुक्षोभ, विषव्याकुलतायुतः ।।५३ ।।
જે (આ) લવણ સમુદ્ર ઝેરની વ્યાકુલતાવાળા ગાંડા માણસની પેઠે ઉછળતાં એવાં ચપળ મોજાંઓરૂપી ઘણા હાથોએ કરીને જાણે ઉછાળા મારતો હોય નહિ જેમ, તેમ લાગે છે. (સમુદ્રમાં પણ ઝેરની ઉત્પત્તિ પ્રસિદ્ધ જ છે.) स चिरं चंचन्मीनौघ, मकराकरराजितः । भूगोऽपि नभसो धत्त, आकारं मकराकरः ।। ५४ ।।
ચાલતા એવા મીન કેતાં મત્સ્ય (અને પક્ષેમીનરાશિ) તથા મકર એટલે મગરમચ્છ (અને પક્ષે–મકરરાશિ) તેઓએ કરીને શોભતો એવો આ લવણ સમુદ્ર પૃથ્વી પર રહેલો છે, છતાં પણ આકાશના આકારને ધારણ કરે છે કેમકે મીન અને મકરરાશિઓ આકાશમાં હોય છે.) प्रवासं दिशति हंसान्, यो मध्यपतदंगिनाम् । एषैव प्रकृतिहत, चपलाचितचेतसाम् ॥५५ ॥
જે આ સમુદ્ર અંદર પડતા પ્રાણીઓના હસોનો એટલે પ્રાણીનો નાશ કરે છે, કારણ કે લક્ષ્મીમાં ચોટેલું છે મન જેઓનું એવા માણસોની, (પક્ષે–વીજળીવાળા મેધોની) પણ તે જ પ્રકૃતિ છે; (લક્ષ્મીના લોભી માણસો પણ ખૂન કરે છે, તેમ વળી આ સમુદ્ર પણ લક્ષ્મીવાળો છે; વળી વરસાદ પણ હંસોને ઉડાડી મેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org