________________
२०२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ચંદ્ર સરખા મુખવાળી એવી તે સ્ત્રીનું, કાંતિના સમૂહથી ચંદ્ર સરખું તથા સુંદર એવું લલાટ (તે પર) ચોપડેલી નિર્મલ કસ્તુરીના મિષથી ચિત્તવાળું તથા ખરેખર હર્ષને દેનારું શોભે છે. भालं वरांग्याः प्रवदंति विज्ञाः ।
सारंगनाभिप्रविलेपनाढ्यम् ॥ श्यामं स्वविज्ञानसहस्ररश्मः ।
स्वर्भाणुमेवावरणाय सत्यम् ।। ४६ ॥
ઉત્તમ અંગવાળી સ્ત્રીના, કસ્તૂરીના લેપનવાળા (અને તેથી) શ્યામ એવા લલાટને પંડિત લોકો પોતાના જ્ઞાનરૂપી સૂર્યને ઢાંકવામાં ખરેખર રાહુ જ કહે છે. अस्या रमण्याः किल केशपाशः ।
कामाश्ववाहस्य कशासखोऽस्ति ॥ कर्तुं वशे बुद्धिमतामपीह।
पुंसां च हृच्चंचलघोटकानाम् ।। ४७ ॥
આ સ્ત્રીનો કેશપાશ આ જગતમાં બુદ્ધિવાન પુરુષોના પણ હૃદયરૂપી ચંચલ ઘોડાઓને વશ કરવામાં ખરેખર કામદેવરૂપી સ્વારના ચાબુક સરખો છે. कृष्णां मुनीशा: कबरी गदंति ।
धम्रालितुल्यामपवर्गमार्गे ॥ विश्वंभरायां नयनांध्यदात्रीं ।
नार्या नराणां गमनोत्सुकानाम् ।। ४८ ॥
१. स्वर्भानुस्तु तमो राहुः ॥ इति पुंस्कांडे रत्नकोशामरमालयोर्दर्शनात् । स्वराकाशे विपरीतलक्षणया भाति इति "स्वर्भानुः" * दाभाभ्यां नु * (उ० ३। ३२) * शुभ्नादिः * (८ । ४ । ३९) इति स्वोपज्ञटीकायाम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org