________________
१८०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે એક દહાડો દેહધારી સાક્ષાત યમ સરખો તે મંત્રીપુત્ર તે રાજાને કહેવા લાગ્યો કે, આપણે તો હંમેશાં પશુઓનું માંસ બહુ ભક્ષણ કરીએ છીએ, પણ માણસોનું માંસ ભક્ષણ કરતા નથી. स्वादोऽत्र मांसे यदि चेत्पशूनां ।
लोकोत्तरो वै तृणभक्षकाणाम्॥ मिष्टाशनग्रासविपोषितानां।।
मांसे जनानामधिकस्ततः स्यात् ॥५४ ।।
આ દુનિયામાં જ્યારે તૃણભક્ષી પશુઓના માંસમાં લોકોત્તર સ્વાદ છે, ત્યારે મિષ્ટ ભોજનોથી પોષિત કરેલા માણસોના માંસમાં તેથી અધિક સ્વાદ હોવો જોઈએ. राजा त्वसि त्वं प्रवरोऽत्र मित्र ।
नित्यं ततो निर्भयमेव मर्त्यम् ॥ एकैकमानंदकृते लभस्व । नौ येन कार्यं च भवेत सिद्धम् ॥ ५५ ॥
હે મિત્ર! તું તો આ જગતમાં મોટો રાજા છે, માટે હમેશાં ભય રહિત જ આનંદ માટે અકેક માણસને મેળવ, કે જેથી આપણું કાર્ય સિદ્ધ થાય. मित्रस्य राजेति वचो निशम्य । ___हर्षान्वितो वाचमुवाच तं सः ॥ मित्र त्वया यद्गदितं प्रसद्य।
मह्यं तु सर्वं बहु रोचते तत् ॥५६ ।। . એવી રીતનું મિત્રનું વચન સાંભળીને હર્ષિત થએલો તે રાજા તેને કહેવા લાગ્યો કે, હે મિત્ર! તે કૃપા કરીને જે કહ્યું તે સઘળું મને બહુ રુચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org