________________
१५०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। માટે હે સખિ! આ પ્રદ્યોતનને તુરત તું તારો સ્વામિ કર. અને તેના હસ્તને (પક્ષે–કિરણને) પામીને (તારા) પોતાના સ્તનકમલોને પ્રફુલ્લિત થએલા મેળવ. दमयंती जगादाथा—यं तु प्रद्योतनो नृपः । સરહ્યાં ચાવતા તે, તસ્ય તાપ સદે થમ્ II ૬૬ છે.
પછી દમયંતી બોલી કે, હે સખિ! આ રાજા તો “પ્રદ્યોતન” (સૂર્ય) છે, અને હું તો અબલા છું, તેથી તેના તાપને હું કેમ સહન કરું? तच्छ्रुत्वा साथ तां नीत्वा, कच्छनाथस्य संनिधौ । अवदच्चारविंदास्ये, विद्धीमं कच्छनायकम् ॥ ६७ ॥
તે સાંભળીને હવે તે સખી તે દમયંતીને કચ્છના રાજા પાસે લઈ જઈને કહેવા લાગી કે, હે કમળમુખી ! આને તું કચ્છનો રાજા જાણજે. नाम्ना मदनकेतुश्च, धूमकेतुररिक्षये। भूभृदीशोऽस्त्ययं सत्यं, यथा मृत्युंजयो भुवि ॥६८ ॥ - આ રાજા નામે કરીને મદનકેતુ તથા શત્રુઓના ક્ષયમાં ધૂમકેતુ સરખો અને જેમ પૃથ્વીમાં મહાદેવ, તેમ રાજાનો (પર્વતનો) ખરેખર સ્વામી છે. गुणांस्त्यक्त्वापि तस्याहो, समरांगणसंनिधौ । लेभिरे सततं लक्षं, मार्गणा मार्गणा इव ॥६९ ॥
તે રાજાનાં બાણો યાચકોની પેઠે, અહો!! દોરીઓને (પક્ષે– ગુણોને) તજીને પણ રણસંગ્રામની સમીપમાં હમેશાં એધાણને (પક્ષે–લાખો ગમે દ્રવ્યને) મેળવતા હવા!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org