________________
१२२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जगादाथ महीनाथ, श्चिंतया तेऽनया ह्यलम् । धर्मं कुरु यतः प्रोक्तो, धर्मः सर्वसुशर्मदः ॥ २९ ।। - હવે રાજાએ કહ્યું કે, તારી તે ચિંતાથી સર્યું, પણ ધર્મ કર. કેમકે સર્વ ઉત્તમ સુખોને આપનારો ધર્મ કહેલો છે. धर्मकर्म प्रकुर्वत्या, इतो राझ्याः प्रमोदतः । सूनुरेकोऽभवद्रूप, दर्पदर्पकदर्थकः ॥ ३० ॥ - ત્યારથી હવે હર્ષપૂર્વક કાર્યને કરતી એવી તે રાણીને, રૂપથી કામદેવના અહંકારને પણ કદર્થના કરનારો એક પુત્ર થયો. शुभे दिने समायाते, सर्वसज्जनसाक्षिकम् । सुरेंद्र इति तनाम, पित्रा चक्रे प्रमोदतः ॥ ३१ ॥
શુભ દિવસ આવતે છતે સર્વ સજ્જનોની સાષિએ પિતાએ હર્ષથી તેનું સુરેંદ્ર નામ પાડયું. क्रमेण पाल्यमानोऽसौ, लाल्यमानोउंगनालिभिः । बालालिरिव बाल्येऽपि, सुमालिलोलुपोऽभवत् ॥ ३२ ॥
અનુક્રમે પાલન કરાતો તથા સ્ત્રીઓની શ્રેણિઓથી લાલન કરાતો એવો તે સુરેંદ્ર કુમાર ભમરાના બચ્ચાની પેઠે બાલ્ય-પણામાં જ પુષ્પોની શ્રેણિઓમાં લોલુપ થયો. शनैः शनैरसावेवं, प्राप यौवनकाननम् । अनंगमृगयुस्तत्र, जघान हृदि तं शरम् ॥ ३३ ॥
એવી રીતે આ કુમાર ધીરે ધીરે યૌવનરૂપી વનમાં પહોંચ્યો, ત્યાં કામદેવરૂપી પારાધિ તેને હૃદયમાં બાણ મારવા લાગ્યો. उद्वाहितस्ततः पित्रा, कनकांग्यैककन्यया । नाम्ना कनकवत्यासौ, द्रुतं कैरलभूपतेः ॥ ३४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org