________________
: સf. /
१२१ नलिनीपालके लीने, मलिनी नलिनीमिव । દશા વાવર, પતિસ્તાં પતિતામ | ર૧ - સૂર્યનો અસ્ત હોતે છતે મલિન થએલી કમલિની સરખી તથા કુત્સિત આકારવાળી અને પડેલી એવી તે રાણીને એક દહાડે જોઈ પતિએ કહ્યું કે, प्रिये प्रियारविंदास्ये, शुचं वहसि किं हृदि । हृदीशां मामपि तस्या, भागिनं कर्तुमर्हसि ॥२६॥
પ્રિય એવા કમલ સરખા મુખવાળી હે પ્રિયા ! તું હૃદયમાં શોકને શા માટે ધારણ કરે છે? (તારા) હૃદયના સ્વામિ એવા મને પણ તારે તે શોકનો ભાગીદાર કરવો જોઈએ. सोवाच तं न किं वित्थ, स्वामिनिमां ममापदम् । यद्विंदेऽद्यापि नोऽपत्यं, परं परंपरापरम् ॥ २७ ॥
ત્યારે રાણી તેને કહેવા લાગી કે, હે સ્વામી ! મારી આ આપદાને તમો શું જાણતા નથી. કેમકે હજુ સુધી પણ હું વંશમાં તત્પર એવા ઉત્તમ સંતાનને મેળવી શકતી નથી. (આ શ્લોકનું છેલ્લું પદ ફક્ત
પ” અને “ર” નામના બે જ અક્ષરોથી બનેલું છે. चिच्चौरेयं हि मे चिंता, चेतसि चिरतश्चिता । चित्तेव चित्रदा चंडा, चूर्णितां च चकार माम् ॥ २८ ।।
જ્ઞાનને ચોરનારી એવી આ ચિતા મારા ચિત્તમાં ઘણા કાળથી એકઠી થએલી છે અને આશ્ચર્ય આપનારી તથા ભયંકર એવી ચિત્તાની પેઠે તેણીએ મને ચૂર્ણિત કરી નાખી છે.
१. परंपरान्वयेवधे। परिपाट्यां ॥ इति हैमः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org