________________
११३
કચ્છ: f / दुष्टमोहगजेन्द्रस्य, कुम्भदारणकेसरी । शोभते शांतिनाथो हि, प्रासादेऽस्मिन्मनोरमे ।।९ ॥
આ મનોહર પ્રાસાદમાં, દુષ્ટ મોહરૂપી ગજેના કુંભસ્થળનો નાશ કરવાને કેસરીસિંહ સરખા શ્રી શાંતિનાથ પ્રભુ શોભે છે. जिनालयस्यामुष्येयं, पताका त्वंबरे गता ।
પિવતીકો, સુથાં સ્વાવનહં || ૨૦ |
આ વર્ધમાન શાહના જિનાલયની આકાશમાં ગએલી આ ધજા, જાણે પોતાના છેડારૂપી જીભથી ચંદ્રમામાં રહેલા અમૃતને પીતી હોય નહીં જેમ, તેમ લાગે છે.
૧. આ શ્રી વર્ધમાનશાહના જિનપ્રાસાદમાં જતાં રંગમંડપના દરવાજા બહાર, ડાબા હાથ ઉપર, આળીઆમાં એક શિલાલેખ છે, તેની નકલ અહીં તેના અર્થ સાથે પ્રસંગોપાત લખીએ છીએ.
૫ નામશ્રીનક્ષનરાવે છે श्रीमत्पार्श्वजिनः प्रमोदकरण: कल्याणकन्दाम्बुदो । विघ्नव्याधिहरः सुरासुरनरैः संस्तूयमानक्रमः ॥ सर्पाको भविनां मनोरथतरुव्यूहे वसन्तोपमः । कारुण्यावसथः कलाधरमुखो निलच्छविः पातु वः ॥ १ ॥
હર્ષ કરનાર, કલ્યાણરૂપી વૃક્ષના મૂળને વર્ષાદ સમાન વિધ્ર તથા વ્યાધિને હરનાર, સુર, અસુર તથા નરોથી પૂજાએલ છે, ચરણ જેમનાં, સર્પનાં લંછનવાળા, ભવિ માણસોના મનોરથરૂપી વૃક્ષના સમૂહને પ્રફુલ્લિત કરવામાં વસંતઋતુ સમાન, કરુણાના સ્થાનકરૂપ, ચંદ્ર સરખા મુખવાળા તથા શ્યામ કાંતિવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારું રક્ષણ કરો. | ૧ ||
क्रीडां करोत्यविरतं कमला विलास, स्थानं विचार्य कमनीयमनन्तशोभम् । श्री उज्जयन्तनिकटे विकटाधिनाथे, हालार देश अवनिप्रमदाललामे ।।२।।
શ્રી ગિરનાર પર્વતની પાસે, બળવાન છે રાજા જ્યાં તથા પૃથ્વી રૂપી સ્ત્રીને લલામ (ચાંદલા) સરખા હાલાર દેશમાં, લક્ષ્મી, પોતાનું વિલાસ કરવાનું અતિ મનોહર સ્થાન વિચારીને હમેશાં ક્રીડા કરે છે. / ૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org