________________
११२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। वंदित्वा जिनवेश्मानि, वेश्मानीव सुपर्वणाम् । सुपर्वणामपि स्वांते, चित्रदानि मुनीश्वरः ॥ ४ ॥ अमंदं मुमुदे सोऽत्र, तेष्वपि च विशेषतः । व्यस्मयत्स्मयमाने हि, दृष्ट्वोभे जिनवेश्मनि ।।५ ॥ ॥ युग्मम्।।
અહીં દેવોનાં ઘરો સરખાં તથા દેવોના મનમાં પણ આશ્ચર્ય આપનારાં જિનમંદિરોને વાંદીને તે મુનિરાજ અત્યંત આનંદ પામ્યા; તેઓમાં પણ વિશેષ કરીને, બે અદ્ભુત જિનમંદિરોને જોઈને તો તે આશ્ચર્ય પામ્યા. कारिते तु पुरोभे ते, इभ्याभ्यां विभुभक्तितः । वर्धमानाभिधेनैकं, राज्यसिंहेन चापरम् ॥६ ।।
એક વર્ધમાનશાહ નામના શેઠે અને બીજું રાયસિંહ નામના શેઠ, એમ તે બન્ને જિનમંદિરો પૂર્વે બન્ને શાહુકારોએ પ્રભુની ભક્તિથી કરાવ્યાં છે. तयोरुत्तंगतां दृष्ट्वा, तुंगतुंगनिभां किल । व्यचिंतयदसावेवं, किमेतौ पर्वताविह ॥७॥
તે બન્ને જિનમંદિરોની ખરેખર ઊંચા પર્વત સરખી ઊંચાઈ જોઈને તે મુનિરાજ એમ વિચાર કરવા લાગ્યા કે, શું આ અહીં પર્વતો છે? ! श्रेष्टिना वर्धमानेन, कारितोऽयं जिनालयः । स्तंभयुक्तो विशेषेण, गवाक्षर्भाति मंडितः ॥८॥
(વળી તેમાં પણ) વર્ધમાન શાહ શેઠે કરાવેલું, સ્તંભોવાળું તથા ઝરૂખાઓથી શણગારેલું આ જિનમંદિર વિશેષ પ્રકારે શોભે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org