________________
યશોદોહનઃ ખંડ-૧ માઈલ દૂર કનોડા ગામ રૂપેણ નદીના કિનારા ઉપર વસેલું છે. શ્રીસ્થળપ્રકાશમાં તેનું કનકાવતી નામ આપેલ હોઈ, યાજ્ઞિક (જૂની) સંજ્ઞાવાળા ઔદીચ્ય બ્રાહ્મણને મૂળરાજે દાનમાં આપ્યાનો તેમાં ઉલ્લેખ છે.”
જન્મસમય – યશોવિજયજીગણિનો કયા વર્ષમાં જન્મ થયો એ વિષે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવાતો નથી. સુ. વેલિ (ઢાલ ૧, કડી ૧૩) પ્રમાણે એ ગણિની વડી દીક્ષા વિ. સં. ૧૬ ૮૮માં થઈ હતી. એ હિસાબે એમનો જન્મ વિ.સં. ૧૬૮૦થી અર્વાચીન હોઈ ન શકે.
ઐતિહાસિક વસ્ત્રપટમાં વિ. સં. ૧૬ ૬૩ના ઉલ્લેખપૂર્વક યશોવિજયજીગણિનો નિર્દેશ છે. વિશેષમાં આ ગણિએ વિ.સં. ૧૬ ૬ ૫માં લખેલી હૈમધાતુપાઠની હાથપોથી અને વિ. સં. ૧૬ ૬૯માં લખેલી ઉન્નતપુરસ્તવનની હાથપોથી આજે મળે છે. આ ઉલ્લેખો વિચારતાં યશોવિજયજીગણિનો જન્મ વિ.સં. ૧૬૫૦ની આસપાસમાં થયાનું મનાય.
મુનિશ્રી યશોવિજયજીનું કહેવું એ છે કે વિ.સં. ૧૬૬૩માં યશોવિજયજી ગણિ’ પદવીથી વિભૂષિત હતા તે વાત તેમજ તર્કભાષા, દશાર્ણભદ્ર સઝાય વગેરેની હાથપોથીઓના અંતમાંના ઉલ્લેખો વિચારતાં યશોવિજયજીગણિનો જન્મસમય વિ. સં. ૧૬૪થી ૧૬૫૦ વચ્ચેનો કલ્પી શકાય.
બાધવ – સુજશવેલિ. (ઢાળ ૧, કડી ૧૨) પ્રમાણે યશોવિજયજી ગણિ – આપણા ચરિત્રનાયકને પદમસિંહ પવસિંહ) નામે બાધવ હતા. સુજસવેલી ભાસની પ્રસ્તાવના (પૃ. ૮) માં મો. દ. દેશાઈએ એમને યશોવિજયજીગણિના નાના ભાઈ કહ્યા છે. તો યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિમાં પવિજયજીને પોતાના ‘સોદર' તરીકે ઓળખાવ્યા છે. એ પદ્રવિજયજી તે જ ઉપર્યુક્ત પવસિંહ છે.
કમ્મપયડિની બૃહદ્રવૃત્તિના અંતમાં જે પ્રશસ્તિ છે તેના ચોથા પદમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે:
"तत्पादाम्बुजभृङ्गपद्मविजयप्राज्ञानुजन्मा बुध
स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ॥४॥" ૧. જુઓ ન્યા. ય. મૃમાં છપાયેલો એમનો લેખ નામે “શ્રીયશોવિજયજી મહારાજની જન્મભૂમિ
કનોડા” પૃ. ૭૫. ૨. ન્યા. ય. મૃતનો પુણ્યવિજયજીનો આમુખ પૃ. ૧૨). ૩. જુઓ ન્યા. ય. ખૂનું “સંપાદકીય નિવેદન” (પૃ. ૧૯). ૪. જુઓ ચાવંડવીની પ્રશસ્તિનું અંતિમ પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org