________________
ગૃહવાસ સ્થળ-નિર્ણય – સાહિત્યરસિક મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નામના પોતાના પુસ્તક પૃ.૬ ૨૫)માં યશોવિજયજીગણિની જન્મભૂમિ તરીકે “કન્ડોડૂ-કહોડુ” એવો ઉલ્લેખ કર્યો છે. એમણે સુજશ–વેલીભાસ”નું વિ. સં. ૧૯૯૦માં સંપાદન કર્યું છે અને એની પ્રસ્તાવના (પૃ. ૮)માં આ ગામ વિષે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :
“ગૂજરાતના કલોલ અને પાટણ વચ્ચે આવેલ કનોડુ ગામમાં વણિક જ્ઞાતિના પિતા નારાયણ અને માતા સોભાગદેને ત્યાં તેમણે જન્મ લીધો.”
આને આધારે કેટલાક વિદ્વાનોએ કનોડુ ગામ “કલોલ પાસે આવ્યાનું લખ્યું છે, પરંતુ જૈનાચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજીના પ્રશિષ્ય અને શ્રી વિજયધર્મસૂરિજીના આદ્યશિષ્ય સાહિત્યપ્રેમી મુનિશ્રી યશોવિજયજીએ જાતે તપાસ કરી એવો નિર્ણય જાહેર કર્યો છે કે કનોડ' ગામ કલોલ પાસે નહિ. પણ ધીણોજ પાસે આવેલું છે અને એ “કનોડુ ગામમાં અત્યારે તો એક પણ જેનનું ઘર નથી.
વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ કનોડુ વિષે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે :
“પાટણથી મેસાણા તરફ જતી રેલ્વે લાઈનમાં અને લગભગ બનેટની અધવચમાં ધણુજ સ્ટેશન આવેલું છે. ત્યાંથી ધણજ ગામ પોણા માઇલના અંતરે આવેલું છે. ત્યાંથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં પક્કા બે ગાઉના અંતરે પુણ્યતીર્થ કનોડા આવેલું છે. કનોડામાં જે શિવાલય અને “સ્મરણા' દેવીનું મંદિર છે, એ ચૌલુક્યયુગીન શિલ્પકળાથી વિભૂષિત છે."*
શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેએ કનોડા વિષે નીચે મુજબ વક્તવ્ય રજૂ કર્યું
પ. ગંભૂતા અર્થાતુ ગાંભૂ અને કનોડા બંને નજીકમાં જ આવેલાં હોઈ ગાંભૂથી પૂર્વમાં કનોડા આશરે ચાર માઈલ દૂર આવેલું છે. મહેસાણાથી પાટણ જતી રેલવે લાઈનમાં બીજું સ્ટેશન ધીણોજ આવે છે. ત્યાંથી પશ્ચિમમાં આશરે ચાર ૧. દા. ત. પં. સુખલાલ સંઘવી, જુઓ જૈન તર્કભાષાનો એમનો હિન્દી પરિચય (પૃ. ૧) ૨. જુઓ વિ.સં. ૨૦૦૯માં પ્રકાશિત સુજસવેલી ભાસ – સાર્થનું આદિવાચ્ય (પૃ. ૨). ૩. જુઓ “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિગ્રન્થ"માં છપાયેલો
પુણ્યવિજયજીનો લેખ “વાચકવર શ્રીયશોવિજયજીની જન્મભૂમિ કનોડ” (પૃ. ૧૭). ૪. એજન, પૃ. ૧૮ ૫ અહીં શીલાંકસૂરિજીએ આયરની ટીકા રચી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org