________________
यशोदोहन : खंड १
બાહ્ય જીવનની રૂપરેખા
પ્રકરણ ૧
ગૃહવાસ
નિવાસભૂમિ અને જન્મદાતા – આપણો આ દેશ – ભારતવર્ષ હૃદયંગમ પ્રાકૃતિક સૌન્દર્ય, વરેણ્ય કળા કૌશલ્ય, વ્યાપક વાણિજ્ય, અનેકમુખી વૈવિધ્ય, સમૃદ્ધ અને સંસ્કારી સાહિત્ય, આધ્યાત્મિક સંપત્તિ, અનાક્રમણકારી રાજનીતિ ઈત્યાદિને લઈને આજે સમગ્ર જગતમાં સુવિખ્યાત છે. એના વિવિધ પ્રદેશોમાં ગુજરાત' ગૌરવશાળી અને મહત્ત્વનું સ્થાન ભોગવે છે. એના ઉત્તર અને દક્ષિણ બે વિભાગ પડાય છે. તેમાં ઉત્તર વિભાગમાં “ચાણસ્મા' નામનો તાલુકો આવેલો છે. એમાં ધીણોજથી બે ગાઉ યાને ત્રણ માઈલ દૂર અને કુcગેર ગામથી બાર ગાઉને અંતરે કન્ડોડું ગામ છે. એમાં એક વેળા નારાયણ વ્યવહારી (વેપારીઓ અને એમનાં પત્ની સોભાગદે (સૌભાગ્યદેવી) વસતાં હતાં. એ સોભાગદેએ એક પુત્રરત્નને જન્મ આપ્યો અને એનું નામ જશવંત રખાયું. એ જસવંત તેજ કાલાંતરે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયજીગણિના નામે દેશવિદેશમાં પ્રખ્યાતિ પામ્યા. એઓ આપણા ચરિત્રનાયક છે. ૧. આ ગામ પાટણની આગગાડીની સડકની વચમાં આવેલું છે. ૨. યશોવિજયજીગણિની જે કૃતિઓ અત્યાર સુધીમાં મળી આવી છે તે પૈકી કોઈ પણ કૃતિમાં
એમણે પોતાની જન્મભૂમિનો કે શૈશવકાળની નિવાસભૂમિનો કે પોતાનાં માતાપિતાનાં નામનો ઉલ્લેખ કર્યો નથી. એ વિષેની માહિતી તો આપણને વિ. સં. ૧૭૪પમાં કે ત્યાર બાદ દોઢસો-બસો વર્ષે કાન્તિ કે જેમને કેટલાક કાન્તિવિજય તરીકે ઓળખાવે છે તેમના દ્વારા ચાર ઢાલમાં ગુજરાતીમાં રચાયેલી જસવેલડી યાને સુજસવેલી (ઢાલ ૧, કડી - ૮)માંથી જાણવા મળે છે. અહીં કન્હોતું એ જન્મભૂમિ જ છે એવો ચોક્કસ નિર્ણય થઈ શકે તેવો ઉલ્લેખ નથી. નારાયણ, કન્હોતુ એ એમનું વતન હોવાથી કે એમનો ત્યાં વેપાર હોવાથી કે અન્ય કોઈ કારણસર એઓ ત્યાં રહેતા હતા એ એક પ્રશ્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org