________________
ઇત્યાદિ.
(૬) જ્ઞાનબિન્દુ (પૃ. ૮)માં નિમ્નલિખિત અવતરણના મૂળ તરીકે ન્યાયાચાર્યે કલ્પભાષ્યનો ઉલ્લેખ કર્યો છે જ્યારે સંપાદક પં. સુખલાલજી સંઘવીએ વિસેસા. (ગા. ૧૪૩)નો નિર્દેશ કર્યો છે ઃ
५३
“अक्खरलंमेन समा ऊणहिया हुंति मइविसेसेहिं । ते विय मईविसेसा सुअनाणमन्तरे जाण ॥ "
પ્રથમ વિધાનનો વિચાર કરતાં જણાશે કે વી૨સ્તોત્ર કિંવા ન્યાયખંડખાદ્ય (શ્લો. ૧૬)ની ટીકા (પત્ર ૧૬ આ)માં નીચે મુજબ ઉલ્લેખ છે ઃ
અનેનવાભિપ્રાયા. – ગન્ધહસ્તી સંમતી’
"
ઉપાધ્યાયજીના જે બે કાગળ છપાયા છે તેમાંના પ્રથમ કાગળ (પૃ. ૧૦૦)માં એમણે નીચે મુજબ કથન કર્યું છે :
“तथा च गन्धहस्ती द्वात्रिंशिकायाम् – 'आकाशमवगाहाय तदनन्या दिगन्यथा'
-
કૃતિ”
આમ બે સ્થળે સિદ્ધસેન દિવાકરને બદલે ગન્ધહસ્તીનો ઉલ્લેખ છે. એ બતાવે છે કે ઉપાધ્યાયજીના મતે ગન્ધહસ્તી તે સિદ્ધસેન દિવાકર જ છે. તત્ત્વાર્થસૂત્ર [ગૂજરાતી વ્યાખ્યાન સહિત]ના પં. સુખલાલે લખેલા પરિચય (પૃ. ૪૭)માં પ્રથમ ઉલ્લેખની નોંધ છે એટલું જ નહિ, પણ અહીં કહ્યું છે કે “ઉ. યશોવિજયજીનો એ ઉલ્લેખ ભ્રાંતિજનિત છે.” વિશેષમાં આની સાબિતી તરીકે નીચે મુજબની ચાર દલીલો રજૂ કરાઈ છે :
(૧) ‘‘ઉ. યશોવિજયજી પહેલાનાં કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન ગ્રન્થકારોએ સિદ્ધસેન દિવાકર સાથે કે તેમની નિશ્ચિત મનાતી કૃતિ સાથે અગર તો એ કૃતિઓમાંથી ઉદ્ધૃત કરાયેલાં અવતરણો સાથે એક પણ સ્થળે ગંધહસ્તી વિશેષણ વાપર્યું નથી. સિદ્ધસેન દિવાકરની કૃતિના અવતરણ સાથે ગંધહસ્તી વિશેષણ વાપરનાર માત્ર યશોવિજયજી છે. એટલે એમનું એ કથન કોઈ પ્રાચીન આધાર વિનાનું છે.”૧
(૨) સિદ્ધસેન દિવાકરના જીવનવૃત્તાંતને અંગે જે પ્રાચીન તેમજ અર્વાચીન પ્રબંધો મળે છે તેમાં કોઈ પણ સ્થળે એમને માટે ગન્ધહસ્તી’ પદ વપરાયું નથી.
૧. જુઓ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત દ્વિતીય આવૃત્તિ (પૃ. ૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org