________________
५२
પદ્યમાં સુગમતાથી મહત્ત્વપૂર્ણ કૃતિઓ રચી છે. એમની જે હિન્દી કૃતિઓ મળે છે તે બધી પદ્યાત્મક જ છે એટલે હિન્દીમાં ગદ્યમાં એઓ કેવી રચના કરી શક્યા હશે અને ન જ કરી હોય તો કેવી કરી શકે તે તો કલ્પનાનો જ વિષય બને છે.
લાક્ષણિક સાહિત્યનાં વ્યાકરણાદિ અંગોની તેમજ ભારતીય દર્શનોને અંગેની કેટલીક કૃતિઓ મુખ્યતયા સંસ્કૃતમાં સૂત્રાત્મક શૈલીમાં, રચાયેલી દૃષ્ટિગોચર થાય છે. પરંતુ ઉપાધ્યાયજીની તો એક પણ ઉપલબ્ધ કૃતિ તો સૂત્રરૂપે રજૂ કરાયેલી નથી.
ન
વિચારણીય વક્તવ્યો – જ્યાં સુધી માનવી સર્વજ્ઞ બની ન શકે – જ્યાં સુધી એ છદ્મસ્થ દશામાં રહેલો છે ત્યાં સુધી એની કૃતિ સર્વથા દોષરહિત જ રચાય એવો બહુ ઓછો સંભવ છે. પૂરતાં સાધનોનો અભાવ, મતિમંદતા, સ્મૃતિભ્રંશ, પરંપરાની વિચ્છિન્નતા ઇત્યાદિ કારણોને લઈને ગ્રંથનિર્માણ કરનારને હાથે ભૂલ થઈ જાય એ સ્વાભાવિક છે. એથી તો નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ જેવાએ પણ પોતાની કૃતિમાં જે ક્ષતિ જણાય તે સુધારી લેવા સૂચવ્યું છે. ઉપાધ્યાયજી એ કોઈ સામાન્ય વિદ્વાન નથી પરંતુ એમના અનુપયોગાદિને લઈને તેમજ એક વાર જે ગ્રન્થ રચ્યો હોય તે ફરીથી તપાસી જવાનું એમનાથી ન પણ બન્યું હોય તો તેથી કે પછી એમના ગ્રન્થની નકલ કરનારને હાથે ભળતું લખાણ લખાયાથી એમનાં કોઈ કોઈ વિધાનો આજે સુલભ એવી સાધનસામગ્રીનો ઉપયોગ કરનારને વિચારણીય જણાય છે. આવાં વિધાનો નીચે મુજબ છેઃ
(૧) સિદ્ધસેન દિવાકર ગન્ધહસ્તી' છે.
(૨) જ્ઞાનબિન્દુમાં વિવરણાચાર્ય અને મધુસૂદનને અમુક અમુક મતના પ્રરૂપક (?) ગણ્યા છે.
(૩) પાંચે કલ્યાણકોને પ્રસંગે નરકમાં અજવાળું થાય છે.
(૪) સમન્તભદ્રકૃત આપ્તમીમાંસાગત એક પદ્ય અકલંકે રચ્યાનો જ્ઞાનબિન્દુ (પૃ. ૨૧)માં ઉલ્લેખ છે.
(૫) ન્યાયાચાર્યે કોઈ કોઈ કૃતિમાં એમણે પોતાને માટે આત્મપ્રશંસારૂપ ગણાય એવાં કથનો કર્યાં છે. દા. ત. વાચકપુંગવ, ઘીમાનુ અધ્યાત્મમતપરીક્ષાીક્ષાવક્ષ
૧. જુઓ પરિશિષ્ટ ૨.
૨. આધુનિક સમયમાં ગુજરાતીમાં કોઈ કોઈ કૃતિ સૂત્રાત્મક રચાઈ છે. મેં જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન' નામની કૃતિ ૧૪૦ સૂત્રોમાં રચી છે અને એ “હિંદુ મિલન મંદિર” (વ. ૮, અં. ૨-૭)માં લેખાંક ૧-૬ તરીકે છપાઈ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org