________________
४९
પણ “રાસ' કહે છે. વિશેષમાં દ્રવ્ય અનુયોગ વિચારનો કર્તાએ જાતે દ્રવ્ય ગુણ પર્યાય રાસના નામથી ઉલ્લેખ કર્યો છે. આમ ચાર રાસ છે. વાહણ સમુદ્ર સંવાદ તેમજ શાન્તિજિનસ્તવન એ બે સંવાદાત્મક કૃતિઓ છે. જબૂસ્વામીનો રાસ સંવાદરૂપ સાહિત્યિક સર્જનમાં એક નવી ભાત પાડે છે. જેમ હોળીના દિવસોમાં અહીં (સુરતમાં કેટલાંક વર્ષો ઉપર વેંગણોની સામસામી મારામારીરૂપે વેંગણબાજી ખેલાતી હતી અને વેજલપુર વગેરેમાં થોડાંક વર્ષો પૂર્વે (અને કદાચ આજે પણ) સળગતી કોઠીઓ લઈ એક પક્ષનો માણસ બીજા પક્ષ સામે ધસી જવાની ચડસાચડસીભરી રમત જેવી કોઠીબાજી ખેલાતી હતી તેમ આ રાસમાં સામસામી કથાબાજી ખેલાતી જોવાય છે. એક તરફ જંબૂસ્વામી છે તો બીજી બાજુ એમની આઠ પત્નીઓ છે. આમ જે બે પક્ષ છે તેમાંનો એક પક્ષ પોતાના મંતવ્યના સમર્થનાર્થે એક કથા કહે છે તો એની સામે દલીલ તરીકે અન્ય પક્ષ પણ કથા કહે છે.
(૫) પૂજા અને લાવણી ઉપાધ્યાયજીએ કોઈ પૂજા કે લાવણી રચી હોય એમ જાણવામાં નથી. શ્રીપાલ રાજાનો રાસ (ખંડ )ની ઢાલ ૧૧-૧૨ને નવપદપૂજામાં સ્થાન અપાયું છે. એથી જો કોઈ એમ કહે કે આ બે ઢાલો પૂજા' તરીકે કામ લાગે એવા ઈરાદાથી રચાઈ છે તો એ વાત વાજબી નથી કેમકે એ તો જે રાસ વૈયાકરણ વિનયવિજયગણિને હાથે અપૂર્ણ રહ્યો હતો તે પૂરો કરતી વેળા રચાઈ છે એટલે એ રચના પૂજાથે કરાઈ એમ માનવું યુક્તિવિહીન છે. બાકી એ વાત ખરી છે કે એ બે ઢાલ એવી રચાઈ કે કાલાંતરે નવપદપૂજામાં એને સ્થાન આપી શકાયું.
હિન્દી કૃતિકલાપનું પરિશીલન ન્યાયાચાર્યે રચેલી વિવિધ કૃતિઓ પૈકી એકેનું સમીક્ષાત્મક સંસ્કરણ પ્રસિદ્ધ થયેલું જણાતું નથી. એથી એના સર્વાગીણ અને તલસ્પર્શી પરિશીલનનું કાર્ય બાજુએ રાખી હું એમના હિન્દી કૃતિકલાપની સામાન્ય રૂપરેખા આલેખું છું. ૧. આમાં ભાગ લેનાર કોઠીને વાંસ વતી ઝાલે છે અને ભીનાં કપડાં પહેરે છે કે જેથી
કપડાં જલદી સળગી ન ઊઠે. ૨. બૂસ્વામીનો રાસ નામની કૃતિની કર્તાએ જાતે લખેલી હાથપોથી મળી આવતાં એનું
સંપાદન સુગમ અને સમુચિત બન્યું છે. એ બાદ કરતાં બાકીની પ્રાયઃ બધી જ ગુજરાતી અને હિન્દી કૃતિઓનાં પ્રકાશનોની દશા શોચનીય છે. એ દુઃખદ સ્થિતિનો સત્વર અંત, આણવા માટે ન્યાયાચાર્યના ઉત્કટ અને સાધનસંપન અનુરાગીઓને સ્વલ્પ પણ વિલંબ વિના સબળ પ્રયાસો આદરવા મારી સાદર અભ્યર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org