________________
હિન્દી કૃતિઓને હું બે વર્ગમાં વિભક્ત કરું છું : (૧) ખંડનાત્મક અને (૨) મંડનાત્મક. પ્રથમ વર્ગમાં એક જ કૃતિ છે અને તે દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ છે. એ સવૈયાના સંભારને લઈને છટાદાર બની છે. એમાંથી વાગ્યુદ્ધ જાણે ખેલાતું હોય એવો ધ્વનિ નીકળે છે. એ કૃતિ ખળખળ અને સપાટાભેર એકધારાં વહેતાં ઝરણાંઓની એકરસ બનેલી નાનકડી પરંતુ નોંધપાત્ર નદી છે. દ્વિતીય વર્ગમાંની કૃતિઓની સંખ્યા બહુ ઓછી નથી. એનો હું બે ઉપવર્ગોમાં નિર્દેશ કરું છું. (૧) કીર્તનાત્મક અને (૨) આધ્યાત્મિક કીર્તનાત્મક કૃતિઓ તરીકે સ્તવનો, અષ્ટપદી અને ઘણાંખરાં ગીતો ગણાવી શકાય. જસવિલાસ એ અનેક આધ્યાત્મિક પદોના સમુદાયરૂપ છે. એ મંદ મંદ અને પ્રસન્ન સ્વરૂપે વહેતાં નાનાં નાનાં ઝરણાંઓનું સંગમસ્થાન છે. એમાંનાં કેટલાંક પદો આધ્યાત્મિક હોવા ઉપરાંત કીર્તનાત્મક પણ છે. આમ બે ઉભયસ્વરૂપી છે. કટલાંક પદો સુંદર ભજનોની ગરજ સારે તેવાં છે.
સમતાશતક કિંવા સામ્યશતક એ સિંહવિજયે કે વિજયસિંહે સંસ્કૃતમાં રચેલા સામ્યશતકનો સુબોધ હિન્દી ભાવાનુવાદ છે. એ એક આધ્યાત્મિક કૃતિ હોઈ એનો દ્વિતીય ઉપવર્ગમાં સમાવેશ થાય છે.
છંદો અને દેશીઓ – જેમ અનેક ગુજરાતી પદ્યાત્મક કૃતિઓ પૈકી કેટલીક જાતજાતની દેશીઓના આસ્વાદ માટેની મનોરમ સામગ્રી પૂરી પાડે છે તેમ હિન્દી કૃતિઓ પૈકી દિકપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ છંદો માટે અને જસવિલાસ, અષ્ટપદી અને કેટલાંક સ્તવનો તથા ગીતો દેશીઓ માટે રસિક વાનગીઓ રજૂ કરે છે.
ભાષાવિજ્ઞાન -- ભાષાનું સ્વરૂપ, વ્યાકરણવિચારણા, શબ્દભંડોળ, વિશિષ્ટ શબ્દોનો પરામર્શ ઇત્યાદિ બાબતો વિચારવા માટે ગુજરાતીમાં તો એકાદ કૃતિનું સંસ્કરણ થોડેક અંશે પણ કામ લાગે તેમ છે જ્યારે હિન્દી માટે તો એટલું પણ સાધન જણાતું નથી એટલે આ ભાષાવિજ્ઞાનનો વિષય આ તબક્કે તો જતો કરવો પડે છે.
દ્વભાષિક કૃતિઓ ઉપાધ્યાયજીની કોઈ કોઈ કૃતિ સવશે એક જ ભાષામાં નથી. એમાં બબ્બે ભાષાનો ઉપયોગ થયેલો છે. આવી કૃતિઓનાં નામ નીચે મુજબ છે: નામ.
ભાષાઓ ફલાફલવિષયક પ્રશ્નપત્ર
સંસ્કૃત + ગુજરાતી સમકિતનાં છ સ્થાનની ચોપાઈનું વિવરણ સંસ્કૃત + ગુજરાતી
૧-૨. હિન્દી સ્તવનો અને ગીતોની નોંધ મેં પૃ. ૪૪ અને ૪૮ (ઉપો.)માં લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org