________________
૧૮૨
પરમત સમીક્ષા હેતુહિંસા, સ્વરૂપ-હિંસા અને અનુબંધ-હિંસાનું સ્વરૂપ એ મુદ્દાઓ રજૂ કરાયા છે.
પાંચમી ઢાલમાં શાશ્વત જિનપ્રતિમાઓનું તથા જિનેશ્વરોનાં કલ્યાણકોને અવસરે દેવોએ કરેલી જિનપૂજાનું વર્ણન છે.
છઠ્ઠી ઢાલમાં સાધુઓને યોગવહનની અને શ્રાવકોને ઉપધાનની આવશ્યકતા, ગૃહસ્થોને સૂત્રો અર્થાત્ આગમો ભણવાની મનાઈ, અર્થના ત્રણ પ્રકાર અને નિજજુત્તિનો સ્વીકાર એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
સાતમી ઢાલમાં આ સ્તવન ઇંદલપુરમાં દોશી મૂલાના પુત્ર મેઘાને માટે વિ. સં. ૧૭૩૩માં રચાયાનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં કર્તાએ પોતાની ગુરુપરંપરા દર્શાવી છે.
સાક્ષીરૂપ ગ્રંથો – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ છે :
અનુયોગદુવાર (૬), અનુયોગદ્વાર (૧, ૬, આવશ્યક સૂત્ર (૧, ૬), ઉત્તરાધ્યયન (૨, ૬), ઉવવાઈ (૩), કલ્પ (૩), છઠું અંગ (૩), જંબૂપણત્તિ (૨), જ્ઞાતા (ર, , ઠાણ (૬), ઠાણાંગ (૧, ૨, ૬), દશવૈકાલિક (૧, ૨), 'દસમું અંગ (૩, ૬), નંદી (૧, ૬), નિશીથ (૬), પંચમ અંગ (૬), પઢમ અણુઓગ (૩), પહેલું અંગ (૨), પાંચમું અંગ (૨), પ્રથમ અંગ (૩), બીજું અંગ (૬), ભગવઈ (૧, ૪, ૬), રાયપણેણી (૨), શક્રસ્તવ (૨, ૩), સપ્તમ અંગ (૩, ૬), સમવાયાંગ (૧) અને સૂયડાંગ (૪).
આ પૈકી જે નામાંતર છે તે સમીકરણ દ્વારા દર્શાવું છું:
અનુયોગદુવાર = અનુયોગદ્વાર છઠું અંગ
ઠાણાંગ, પંચમ અંગ = પાંચમું અંગ = ભગવાઈ પહેલું અંગ = પ્રથમ અંગ (આયાર).
બીજું અંગ = સૂયડાંગ વિચારણીય સાક્ષી – બીજી ઢાલની ૧૮મી કડીમાં પાંચમા અંગના દસમા શતકના છઠ્ઠા ઉદ્દેશાનો ઉલ્લેખ છે, પરંતુ આજે મુદ્રિત આગમમાં તેમજ પદ્યવિજયજીને ઉપલબ્ધ આગમમાં તો ઈન્દ્ર દાઢાની આશાતના ટાળે એ બાબત પાંચમા ઉદ્દેશામાં છે. પવવિજયે આને અનાભોગને લઈને કરાયેલું વિધાન ગયું છે.
શાતા.
ઠાણ
૧. પહાવાગરણ. ૨. ઉવાસગદશા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org