________________
યશોદોહનઃ ખંડ-૨
૧૮૩ મૂલ્યાંકન – આ સ્તવનના અર્થ ઘણા સૂક્ષ્મ છે, એ ગુરુ પાસે ધારવા તેમજ બહુશ્રુત, ગીતાર્થ અને આગમને અનુસરનારાને પૂછી સંશય ટાળવો એમ “કલશમાં કર્તાએ કહ્યું છે. વિશેષમાં એમણે કહ્યું છે કે જે મનુષ્ય ભ્રમરની જેમ અર્થી થઈને ગુરુની આજ્ઞા માથે ચડાવશે તેને જિનેશ્વરના ગુણરૂપ કલ્પવૃક્ષની સુગંધનો અનુભવ
મળશે.
સતુલન – આ સ્તવનના મુદ્દાઓ પ્રતિમાશતક અને એની સ્વોપજ્ઞ વૃત્તિમાં જોવાય છે.
સ્વોપજ્ઞ બાલાવબોધ – આ સ્તવન ઉપર યશોવિજયજી ગણિએ આલાવારૂપ વાર્તિક રચ્યું છે એમ પદ્મવિજયજીએ પોતાના વાર્તિકમાં કહ્યું છે. તે વાર્તિક તે જ આ બાલાવબોધ હશે.
વાર્તિક યાને બાલાવબોધ (વિ. સં. ૧૮૪૯) – પ્રસ્તુત સ્તવન ઉપર ઉત્તમવિજયજીના શિષ્ય પદ્યવિજયજીએ (વિ. . ૧૮૪૯માં રાજધન્યપુર (રાધનપુર)માં આ વાર્તિક રચ્યું છે. એના પ્રારંભમાં એક પદ્ય અને પ્રશસ્તિમાં તેર પદ્યો સંસ્કૃતમાં છે. બાકીનું લખાણ ગુજરાતીમાં છે. પ્રશસ્તિનાં પહેલાં આઠ પદ્યોમાં પદ્યવિજયજીએ પોતાની ગુરુપરંપરા વર્ણવી છે. આ વાર્તિકમાં મેઘાને “સ્થાનકવાસી’ શ્રાવક કહ્યો છે અને એ આ સ્તવન દ્વારા પ્રતિબોધ પામ્યો એમ કહ્યું છે.
સાક્ષીરૂપ પાઠ – પ્રસ્તુત સ્તવનમાં નિર્દેશાવેલા ગ્રંથોના પાઠ ન્યા. ય. સ્ત. (પત્ર ૧૮-૪૮)માં અપાયા છે.
પ્રતિમા સ્થાપનન્યાય – આ નામ શા આધારે પ્રચારમાં આવ્યું છે એ જાણવું બાકી રહે છે. આ કૃતિનો પ્રારંભ “પૂગા'' એવા પ્રતીકથી કરાયો છે અને એમાં
સુમતી, સતી, સૂરોત્તમર્યાલયા ઈત્યાદિના પર્યાયો અપાયા છે એ જોતાં આ કૃતિ કોઈ ગ્રંથનું વિવરણ છે. આ કૃતિનો પ્રારંભિક ભાગ અનુપલબ્ધ હોય એમ લાગે છે, કેમકે શરૂઆતમાં કોઈ મંગલશ્લોક નથી. અંતિમ ભાગ પણ ખંડિત છે. જિનપ્રતિમાની પૂજા યુક્તિયુક્ત છે એમ તાર્કિક શૈલીએ અહીં પ્રતિપાદન કરાયું છે. પત્ર ૧ અ માં નામમાલામાંથી નિમ્નલિખિત અવતરણ અપાયું છે :
૧. અહીં “વાર્તિક એવો ઉલ્લેખ છે, જ્યારે પ્રશસ્તિના અંતિમ પદ્યમાં “બાલાવબોધ" તરીકે
ઉલ્લેખ છે. ૨. આ અપૂર્ણ કૃતિ આ નામથી, પરમજ્યોતિ પંચવિંતિકા અને પરમાત્મપંચવિંશતિકા સહિત
“મુ. ક. જૈ. મો.”માં વીર સંવત ૨૪૪૬માં પ્રકાશિત કરાઈ છે. આ કૃતિનો આદિમ તેમજ
અંતિમ ભાગ ખૂટે છે તો આની અન્ય હાથપોથી માટે તપાસ થવી ઘટે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org