________________
યશોદોહનઃ ખંડ-૨
૧૮૧ વિ. સં. ૧૭૩૩) – આ ગુજરાતી સ્તવનને હૂંડીનું સ્તવન, વીરસ્તવ તેમ જ વીરસ્તવન પણ કહે છે. એમાં સાત ઢાલ છે અને અંતિમ ઢાલને કેટલાક કલસ' ગણે છે. સાત ઢાલની કડીઓની સંખ્યા નીચે મુજબ છેઃ
૨૫, ૨૨, ૨૫, ૨૨, ૨૩, ૨૫ અને પ.
આમ આ સ્તવનમાં ૧૪૭ કડી છે. એ ઉપરથી એને દોઢસો ગાથાનું સ્તવન કહે છે.
દેશી અને રાગ – પહેલી છ ઢાલ માટે ભિન્ન ભિન્ન દેશીનો ઉલ્લેખ છે, પણ એને માટે રાગનો ઉલ્લેખ નથી. સાતમી ઢાલ માટે દેશીને બદલે ધનાશ્રી રાગનો ઉલ્લેખ છે.
વિષય – પંચાંગીના આધારે સ્થાપના-નિક્ષેપની સિદ્ધિ કરવી – જિનપ્રતિમાનું પૂજન સમુચિત છે એમ સાબિત કરવું એ આ સ્તવનનો મુખ્ય સૂર છે.
પહેલી ઢાલમાં નિમ્નલિખિત બાબતો વિચારાઈ છે:
સ્થાપનાનિક્ષેપનું પ્રામાણ્ય, સત્યના ચાર તથા દસ પ્રકારનો નિર્દેશ, આવસ્મયનું પ્રામાણ્ય, બાહ્મી લિપિનો સ્થાપના-જ્ઞાન અથવા દ્રવ્ય-શ્રુત તરીકે નિર્દેશ, જિનવાણીનો પણ દ્રવ્ય-શ્રુત તરીકે ઉલ્લેખ, સ્ત્રીનું ચિત્ર જોવાની સાધુને મનાઈ, જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓએ જિનપ્રતિમાને કરેલું વંદન તેમજ ચૈત્ય શબ્દના “જ્ઞાન” એવા અર્થની અનુચિતતા.
બીજી ઢાલમાં સૂર્યાભદેવે કરેલી દાઢાની પૂજા, પૂરવાચ્છા'નો અર્થ. સમ્યગુદૃષ્ટિ દેવની આશાતના ન કરવાની હિતશિક્ષા, દેવોમાં મનુષ્યની અપેક્ષાએ અધિક વિવેક હોવાનું સૂચન ઈત્યાદિ મુદ્દાઓ ચર્ચાયા છે.
ત્રીજી ઢાલમાં અંબડ અને આનંદ એ બે શ્રાવકોના અધિકાર, “ચૈત્ય” શબ્દનો પ્રતિમા' એવો અર્થ, વૈયાવૃત્યના દસ પ્રકાર તેમજ સિદ્ધાર્થ, શ્રેણિક, મહાબલ અને દ્રૌપદીએ કરેલી જિનપૂજા એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
ચોથી ઢાલમાં જિનપૂજામાં પૃથ્વીકાયાદિ છ કાયનો આરંભ માનનારને મુનિને દાન, મુનિનો વિહાર, પ્રતિક્રમણ, શ્રાવક મુશ્કેલીનો પાક્ષિક પૌષધ. કૃષ્ણ વાસુદેવે કરેલી ઉદ્યોષણા. કૂણિક, ઉદાયન વગેરેએ મહાવીરસ્વામીનું કરેલું સન્માન તેમજ તુગિયા’ નગરીના શ્રાવકનું બલિકર્મ વિચારવાની સૂચના, પ્રથમ ગુણસ્થાનકે દાનાદિકથી શુભ વિપાકની પ્રાપ્તિ, ઋષભદેવે કળાઓનું કરાવેલું દિગ્દર્શન તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org