________________
૧૫૬
પરમત સમીક્ષા પ્રારંભમાં મંગલાચરણરૂપે એક "પદ્ય છે અને એ દ્વારા મહાવીરસ્વામીને વંદન કરાયું છે. અંતમાં સાત પદ્યોની પ્રશસ્તિ છે. એ પૈકી બીજાથી ચોથા પદ્યમાં ઉપર્યુક્ત સાત વાદી અનુક્રમે દર્શાવાયા છે.
વાદમાલા – આ નામથી ઓળખાવાતી એક સંસ્કૃત કૃતિની છ પત્રની હાથપોથી મળે છે. નવ્ય ન્યાયની શૈલીએ રચાયેલી આ કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્યથી કરાયો છે:
“ऐन्द्रश्रेणिनतं नत्व: सर्वशं तत्त्वदेशिनम् । बालानामुपकाराय वादमाला निबध्यते ॥ १॥"
આના પછી “તથા પ્રવાં પુષ્પોથી શરૂ થતું બીજું પદ્ય અને ત્યાર બાદ “વારમાનામમાં વાતા:"થી શરૂ થતું પદ્ય છે. ત્યાર પછીનું લખાણ ગદ્યમાં છે.
સ્વત્વવાદ એ આ વાદમાલાગત પ્રથમ વાદ છે. સ્વત્વ એટલે સ્વામિત્વ, નહિ કે અન્ય પદાર્થ, એમ કેટલાક માને છે એમ પત્ર ૨ અ માં કહ્યું છે.
લગભગ ચારસો શ્લોક જેવડો આ સ્વત્વવાદ પ્રમેયમાલામાં પણ જોવાય છે. આ સ્વત્વવાદ પત્ર ૩ આ સુધી લંબાયો છે. પછી એ જ પત્ર ઉપર “ઉથ ન્નિઘર્ષ" એવો ઉલ્લેખ છે. એ ઉપરથી સાનિકર્ષ-વાદ અપાયો હોય એમ લાગે છે. અંતમાં પત્ર ૬ આ માં નીચે પ્રમાણે ઉલ્લેખ છેઃ
“अत्र द्रव्यचाक्षुषे चक्षुःसंयोगस्य हेतुकार्यतावच्छेदक: सम्बन्धो न विषयत्वमात्रं चैत्रस्यायं पुत्र इत्यादि चाक्षुषे चैत्राद्यंशे व्यभिचारात् किन्तु लौकिकत्वाख्ये (?) विषयताविशेष: अवच्छेदकधर्मविधये वाऽवच्छेदकसम्बन्धविधयाऽपि पदार्थसिद्धेः"
આના પછી પુષ્મિકા કે પ્રશસ્તિ નથી. આથી આ અપૂર્ણ લાગે છે. વાદમાલા (બીજી) ,
વાદમાલા (ત્રીજી) આ બંનેની હાથપોથી મળી છે ખરી પરંતુ મારા હાથ પર આવી નથી જેથી આ કૃતિઓ વિશેની વિગતો શી રીતે આપી શકાય? પણ નામ ઉપરથી ન્યાયાદિક દર્શનને લગતા વાદોની ચર્ચાઓ હશે. ૧-૨. આ પદ્યમાં તેમજ પ્રશસ્તિના પાંચમા પદ્યમાં પણ વિવૃતિ' શબ્દ વપરાયો છે. , ૬ x ૨ x ૨૧ x ૫૦ - ૩૯૩ ૩/૪
૩ર . ૪. એના અંતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે:
"तदुभयमेदेऽपि तयोरवश्यं पुरुषधननिष्ठविशेषणताभेदाभ्युपगमादित्याहुः"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org