________________
૧૫૫
યશોદોહનઃ ખંડ-૨ હજી સુધી તો મને મળી આવ્યું નથી.
વિષય – પ્રથમ વાદમાં ‘ચિત્રને અંગે વિચારણા છે.
અનુમિતિના વિષયરૂપ લિંગીપક્ષ)માં લિંગ(હેતુ) હોવો જ જોઈએ કે નહિ એ બીજા વાદનો વિષય છે.
દ્રવ્યના નાશનો હેતુ છે એ ત્રીજા વાદનો વિષય છે. પ્રાચીન નૈયાયિકોના મતે નિમિત્તથી ભિન્ન કારણના નાશથી દ્રવ્યનો નાશ થાય છે. જ્યારે નવ્ય નૈયાયિકોના મતે ફક્ત અસમવાય-કારણના જ નાશથી દ્રવ્યનો નાશ થાય છે. આ બાબત અહીં ચર્ચા કરાઈ છે. સુવર્ણ એ તૈજસ દ્રવ્ય છે કે પાર્થિવ ખનિજ પદાર્થ છે એ વાત ચોથા વાદમાં વિચારાઈ છે. નૈયાયિકો સુવર્ણ તૈજસ દ્રવ્ય માને છે. પાંચમા વાદમાં અંધકાર એ ભાવરૂપ છે કે અભાવરૂપ એ પ્રશ્ન ચર્ચાયો છે. ભાટ્ટ મીમાંસકો અંધકારને ભાવરૂપ માને છે. વાયુ સ્પાર્શન છે કે નહિ એ બાબતની ચર્ચા છઠ્ઠા વાદમાં કરાઈ છે. શબ્દ નિત્ય છે કે અનિત્ય એ વાત સાતમા વાદમાં ચર્ચાઈ છે. મીમાંસકો શબ્દને નિત્ય માને છે તો નૈયાયિકો એને અનિત્ય માને છે.
સસ્તુલન – શાસ્ત્રવાતસમુચ્ચય (સ્તબક ૬, શ્લો. ૩૭)ની ટીકા નામે સ્વાદ્વાદકલ્પલતામાં ન્યાયાચાર્યે ચિત્રરૂપવાદની ચર્ચા પ્રૌઢ યુક્તિઓ આપવાપૂર્વક કરી છે. એના વિસ્તાર માટે સ્યાદ્વાદરહસ્ય જોવાની ભલામણ આ ટીકા (પત્ર?)માં કરાઈ છે. આ ચિત્રરૂપવાદની ચર્ચા સમ્મઈ પયરણ મહાકાય ટીકા નામે વાદમહાર્ણવમાં જોવાય છે.
ઉલ્લેખ – ત્રણ વાદમાલા પૈકી કોઈ એકનો ઉલ્લેખ અષ્ટસહસીવિવરણ પત્ર ૨૪૩ અ)માં છે.
પવિવૃતિ – વાદમાલા ઉપર તીર્થોદ્ધારક શ્રી વિજયનેમિસૂરિએ ૨૭ર પત્ર પૂરતી વિસ્તૃત વિવૃતિ સંસ્કૃતમાં ગદ્યમાં વિ. સં. ૧૯૯૮માં ભાવનગરમાં રચી છે.
૧. આ વિવૃતિ વાદમાલા ટીકાના નામથી બજૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૨૦૦૮માં પ્રકાશિત
કરાઈ છે. પત્ર ૭૨ આ ઉપરનું લખાણ વિવૃતિકારના કોઈ સૂક્તનું હોવું જોઈએ, કેમકે એમાં વિવૃતિકારને વિવિધ વિશેષણોથી વધાવેલા છે. “પ્રાસ્તાવિક નિવેદનમાં સાત વાદને
લગતા મુદ્દાઓ સંક્ષેપમાં જણાવાયા છે. ૨. ૧ અ – ૩૦ અ, ૩૦ અ - ૪૨ અ, ૪૨ અ – ૪૬ , ૪૬ અ - ૫૦ આ, ૫૦
આ – ૬૨ આ, ૬૨ આ – ૬૮ આ અને ૬૮ અ – ૭ર અમાં સાત વાદો અનુક્રમે
ચર્ચાયા છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org