________________
યશોદોહનઃ ખંડ-૨
૧૫૭ અસ્પૃશદ્ગતિવાદ – આ મુખ્યતયા ગદ્યાત્મક કૃતિના પ્રારંભમાં નીચે મુજબનું પદ્ય છે :
“अस्पृशद्गतिमतीत्य शोभते सिद्ध्यतो न हि मति: सुमेधसाम् । इत्यखण्डतमपण्डपण्डिताचारमण्डणमसावुपक्रमः ॥ १॥"
આ પદ્ય પછી એમ કહ્યું છે કે કેટલાક સ્થળ બુદ્ધિવાળા જનો એમ માને છે કે સિદ્ધ થતી વેળા મોક્ષે જનારની ગતિ, વચ્ચેના પ્રદેશોને સ્પર્યા વિના, ઉપરના ભાગના પ્રદેશનો સ્પર્શ સંભવતો હોવાથી “સ્પર્શત્ની છે. વળી તેઓ, જે સૂત્રોમાં સિદ્ધ થનારની ગતિને “અસ્પૃશત્ કહી છે તેનું સમર્થન, બંને બાજુના પ્રદેશોને સ્પર્યા વિનાની એમની ગતિ છે એમ કહી કરે છે. આ બાબતની પ્રસ્તુત કૃતિમાં સમીક્ષા કરાઈ છે.
અંતમાં વિશેષ માહિતી માટે સ્યાદ્વાદકલ્પલતા જોવાની ભલામણ કરાઈ છે ખરી, પરંતુ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (રૂ. ૯, શ્લો. ૨૧)ની આ ટીકામાં આ વિષયના નિરૂપણાર્થે એકાદ પંક્તિ જ છે. એથી આ મુદ્રિત ટીકા અપૂર્ણ હોય એમ અનુમાનાય
ઉલ્લેખ - મહાવીર સ્તવને લગતી સ્વોપજ્ઞ વૃત્તિમાં અસ્પૃશગતિવાદ જોવાની ભલામણ કરાઈ છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે :
"इत्यादि समर्थितं महता प्रबन्धेनास्पृशद्गतिवादेऽस्माभिरिति किमतिપત્નવિર્તન ? ''
અવતરણો – અસ્પૃશગતિવાદમાં આવિસ્મયની યુણિ, પણવણા અને વિસા, આવસ્મય અને કર્મગ્રંથની મલયગિરીય ટીકા, સમયસારની વૃત્તિ અને તત્ત્વાર્થની વૃત્તિમાંથી અવતરણ અપાયાં છે. વિશેષમાં “વાદિવેતાલ' તેમ જ શાન્તિસૂરિએ કરેલાં વિધાનનો, વૈશેષિક મતનો તેમજ દર્શનાન્તરીયનો ઉલ્લેખ પણ છે. આ ઉપરાંત ભાષ્યકાર, અભયદેવસૂરિ અને સમ્મતિકારનો નિર્દેશ કરાયો છે.
૧. આ કૃતિ ગુરુતત્ત્વવિનિશ્ચયના નામથી પ્રસિદ્ધ કરાયેલા પુસ્તકના અંતમાં (પત્ર ૧ અ –
૨ અમાં) અપૂર્ણ છપાયેલી છે. હવે તો આ કૃતિ પૂરેપૂરી મળે છે અને એ ઉત્પાદાદિ. ચતુષ્ટયમાં પત્ર ૩૨ આ - ૩૬ અ માં) વિ. સં. ૨૦૦૮માં છપાવાઈ છે. ન્યા. ય. મૃ. પૃ. ૧૯૩)માં અસ્પૃશદ્ગતિવાદ એ વાદમાલાનું એક પ્રકરણ છે એવો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org