________________
૧૩૨
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા
સિદ્ધિ, ભટ્ટાચાર્યના મતનું ખંડન, નૈયાયિકોની યોગિજ્ઞાનમાં સર્વવિષયકત્વરૂપ માન્યતાનું ખંડન, સત્ત્વની જૈન દષ્ટિએ વિચારણા અને અજૈન દર્શનોએ દર્શાવેલાં સત્ત્વનાં લક્ષણોનું ખંડન, બૌદ્ધમાન્ય સત્ત્વના શક્તિલક્ષણનું તથા ઉપલબ્ધિ એ જ સત્તા છે એમ માનનારા કેટલાક બૌદ્ધોની એ માન્યતાનું ખંડન, બૌદ્ધોના અર્થખંડન પ્રશ્નો, અવયવિનિરાસવિચાર, ન્યાયબિન્દુની આલોચના, અમુક અપેક્ષાએ પરમાણ્વાત્મક અને પરમાણુજન્ય સ્થૌલ્યતત્ત્વનું સમર્થન, વિલક્ષણ સંયોગવાળા અણુઓ જ પટ છે એવી નવ્ય નાસ્તિકોની માન્યતાનું ખંડન, કર્મની અવ્યાખ્રવૃત્તિતા નથી એમ માનનાર પ્રાચીન નૈયાયિક મતનું અને એથી વિપરીત મત ધરાવનાર નવ્ય નૈયાયિક મતનું તથા મથુરાનાથનું ખંડન, ઉત્પાદાદિની સમજણ, અર્ચટના મતનું ખંડન, આપ્તમીમાંસાની સાક્ષી, પશુપાલીય મતે દર્શાવેલા ‘અનવસ્થા દોષનો પરિહાર અને પરિણામવાદનું સમર્થન.'
દ્રવ્ય અનુયોગ વિચાર યાને દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (ઉ. વિ. સં. ૧૭૧૧) - આ મહામૂલ્યશાળી કૃતિ ૧૭ ઢાલમાં વિભક્ત છે. એની કડીઓની સંખ્યા નીચે મુજબ છે :
૯, ૧૬, ૧૫, ૧૪, ૧૯, ૧૬, ૧૯, ૨૫ (), ૨૮, ૨૧, ૧૨, ૧૪, ૧૮, ૧૯ + ૮, ૧૩, ૭ અને ૧૧.
એમાં કળશની એક કડી ઉમેરતાં ૨૮૪ કડી થાય છે.
પહેલા કાગળ પૃ. ૧૦૧)માં દ્રવ્યગુણપર્યાયરાસ તરીકે કર્તાએ જાતે ઓળખાવેલી આ કૃતિ દ્રવ્યાનુયોગને અંગેની ગુજરાતી પદ્યાત્મક કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ભોગવે છે. એનો પ્રથમાદર્શ કર્તાના ગુરુ પં. નયવિજયે સિદ્ધપુરમાં વિ. સં. ૧૭૧૧માં લખ્યો એથી આની મહત્તા સૂચવાય છે."
પહેલી ઢાલમાં જીતવિજય અને નયવિજયને ગુરુ તરીકે સંબોધી પ્રસ્તુત કૃતિ આત્માર્થીના ઉપકારાર્થે રચવાની પ્રતિજ્ઞા કરાઈ છે. આ ઢાલમાં દ્રવ્યાનુયોગના જ્ઞાનનું અને એના જ્ઞાનીનું મહત્ત્વ દર્શાવાયું છે.
૧. જુઓ ઉત્પાદ્ધિ. વતુષ્ટીનું પ્રાસ્તાવિક નિવેદન પત્ર ૨ અ – ૨ ). ૨. મેં આ નામ આ કૃતિના આદ્ય પદ્ય ઉપરથી યોર્યું છે. ૩. આ નામથી આ કૃતિ સ્વોપણ ટબ્બા સહિત ગૂ. સા. સં. વિ. ૨, પુ. ૧-૨૦૫)માં ઈ.
સ. ૧૯૩૮માં છપાવાઈ છે. ૪. આ શબ્દ વિ. સં. ૧૭૧૯ની હાથપોથીના અંતમાં વપરાયો છે. ૫. જુઓ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, પૃ. ૩૦). આની નોંધ ન્યા. ય. સ્મૃ. મૃ. ૧૬૦)માં
લેવાઈ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org