________________
યશોદોહનઃ ખંડ-૨
૧૩૧ ઉત્પાદાદિસિદ્ધિ અને એની ચકા – ઉત્પાદાદિસિદ્ધિ નામના પ્રકરણમાં ૩ સંસ્કૃત પદ્યો છે. એમાં આ પ્રકરણના નામ પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સંબંધી વિચાર કરાયો છે. એ ઉત્પાદાદિ વિના વસ્તુની ઉત્પત્તિ નથી એ વાત અહીં દર્શાવાઈ છે. વળી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય અને અન્વયનાં લક્ષણો અપાયાં છે. આ ઉપરાંત દ્રવ્ય અને પર્યાયના ભેદભેદ તેમ જ ધર્મી અને ધર્મના ભેદભેદ વિષે નિરૂપણ છે.
કર્તુત્વ – આ દ્વાáિશિકાના કર્તા કલિ. હેમચન્દ્રસૂરિના ગુરુભાઈ યાને સહોદર પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય ચન્દ્રસેનસૂરિ છે એમણે કોઈ અન્ય કૃતિ રચી છે.
સ્વોપજ્ઞ વિવરણ વિ. સં. ૧૨૦૭) – ચન્દ્રસેનસૂરિએ વિ. સં. ૧૨૦૭માં ઉત્પાદાદિસિદ્ધિ ઉપર સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. એમાં ધર્મકાર્તિકૃત હેતુબિન્દુ અને અર્ચટ ઉર્ફે ધમકરદત્તકૃત એની ટીકામાંથી તેમજ ન્યાયાવતારના શાન્તિસૂરિકૃત વાર્તિકમાંથી અનેક પાઠો અપાયા છે. અંતમાં મલ્લવાદીત નયચક્રની વિધિનિયમથી શરૂ થતી એક કારિકા અપાઈ છે.
વિવરણ – યશોવિજયગણિએ આ ઉત્પાદાદિસિદ્ધિ નામના પ્રકરણ ઉપર વિવરણ રચ્યું છે, પરંતુ એ સાત પદ્ય પૂરતું પણ પૂરું હજી સુધી તો મળી આવ્યું નથી, એમાં પ્રથમ અને ચતુર્થ પદ્યનાં વિવરણનો પ્રારંભિક ભાગ, દ્વિતીય અને સાતમા પદ્યના વિવરણનો અંતિમ ભાગ અને પ્રતીય પદ્યના વિવરણનો સંપૂર્ણ ભાગ નથી. ઉપલબ્ધ ભાગનો પ્રારંભ. “દ્વિરિત્યાર્થત-તિનિધિની વયમનોવવામ:થી છે. એવી રીતે સાતમા પદ્યના વિવરણનો અંતિમ ભાગ નીચે મુજબ છે :
"द्रव्यतयाऽस्ति पर्यायतया नास्तीति तद्रूपाभ्यां युगपदुपलम्भानुपलम्भयोरविरोधात् । न"
આ વિવરણમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે: વેદની અપૌરુષેયતાનું ખંડન, સર્વજ્ઞકથિત આગમનું જ પ્રામાણ્ય, સર્વજ્ઞતાની
૧. આ કૃતિ સ્વપજ્ઞ વિવરણ, એ બંનેના ભેગા વિષયાનુક્રમ, સાક્ષિપાઠ તેમજ વિવરણગત
ગ્રન્થકારાદિનાં નામ સહિત “ઋષભદેવજી કેશરીમલજી શેતાંબર સંસ્થા” તરફથી. રતલામથી ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ, એનાં આ સાત પદ્યો તેમજ એને અંગેનું ન્યાયાચાર્યકત તૂટક વિવરણ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ર૦૦૦માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકમાં છપાયાં છે: "उत्पादादिसिद्धिप्रकरणविवरणं वादमाला अस्पृशद्गतिवाद: विजयप्रभसूरिस्वाध्यायश्चेति
ग्रन्थचतुष्टयी" ૨. જુઓ સ્વોપજ્ઞ વિવરણ (પત્ર ૪ર આ).
૩. આ અંશતઃ પ્રકાશિત છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org