________________
યશોદોહનઃ ખંડ-૨
૧૩૩ બીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણનું એકેક લક્ષણ, સામાન્યના ઊર્ધ્વતા - સામાન્ય અને તિર્યકુ – સામાન્ય એ બે પ્રકારો, ઓઘ શક્તિ અને સમુચિત શક્તિ, દિગંબર મતનું ખંડન, ગુણાર્થિક નયની અનુપત્તિ અને દ્રવ્યાદિમાં સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી ભેદ એમ વિવિધ બાબતો વિચારાઈ છે.
ત્રીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં એકાન્ત ભેદ માનવાથી ગુણગુણીભાવનો ઉચ્છેદ, અનવસ્થાદોષ અને વ્યવહારનો નાશ, સંઘ અને દેશ (અવયવ)માં ભેદ માનવાથી બમણો ભાર તેમજ નૈયાયિક અને યોગાચારના મતનો નિર્દેશ એ બાબતો નિરૂપાઈ છે.
ચોથી ઢાલમાં ભેદભેદના વિરોધનો પરિહાર કરાયો છે અને સપ્તભંગીનું સ્વરૂપ વર્ણવાયું છે.
પાંચમી ઢાલમાં પ્રમાણ અને નવ વચ્ચે ભેદ દર્શાવી દિગંબર માન્યતા મુજબ નવ નય અને ત્રણ ઉપચારનો ઉલ્લેખ કરી, અધ્યાત્મશૈલીએ બે જ નય છે એમ કહી નવ નવ પૈકી દ્રવ્યાર્થિક નયના દસ પ્રકારો સમજાવાયા છે.
છઠ્ઠી ઢાલમાં નવ નવ પૈકી પર્યાયાર્થિકના છ પ્રકારોનું તેમજ નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિચારાયું છે. આમ અહીં અવશિષ્ટ આઠ નયોની હકીકત અપાઈ
નૈગમના ૩, સંગ્રહના ૨, વ્યવહારના ૨ અને ઋજુસૂત્રના ૨ ભેદ ગણાવી કુલ્લે નયના ૨૮ ભેદનો નિર્દેશ કરાયો છે.
સાતમી ઢાલમાં ઉપનયોના પ્રકારો દર્શાવાયા છે. સદ્ભુત વ્યવહાર એ પ્રથમ ઉપનયનો ભેદ કહી એના શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારો જણાવાયા છે. ત્યાર બાદ અસદ્દભૂત વ્યવહારના નવ પ્રકાર ગણાવી અન્ય અપેક્ષાએ એના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. વળી ઉપચરિતોપચરિત અસભૂત વ્યવહારના પણ ત્રણ પ્રકાર સૂચવાયા છે.
આઠમી ઢાલમાં નિશ્ચય-નયના બે ભેદ દર્શાવી વ્યવહાર-નયના બે ભેદ અને બંને ભેદના બળે ઉપભેદનું નિરૂપણ છે. ત્યાર બાદ દિગંબરો જે નવ નવ માને છે તેનું ખંડન કરાયું છે. અર્પિત અને અનર્પિતને દિગંબરોએ જુદા કેમ ગણાવ્યા
૧. નિશ્ચય-નય અને વ્યવહારનય. ૨. દ્રવ્યાર્થિક નયના ૧૦, પર્યાયાર્થિક નયના ૬, નૈગમાદિ ચાર નાના અને શબ્દાદિ ત્રણ
નયોના એકેક એમ ૨૮ ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org