________________
૧૧૩
યશોદોહનઃ ખંડ-૨
"સીમધરસ્વામીને વિનતિરૂપ સ્તવન યાને સવાસો ગાથાનું નવરહસ્યગર્ભિત સ્તવન – આ ગુજરાતી સ્તવનમાં અગિયાર ઢાલ છે અને અંતમાં ચાર પંક્તિના એક પદ્યરૂપ “કલશ” છે. અગિયાર ઢાલની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે
૧૦, ૧૧, ૧૫, ૧૫, ૧૨, ૧૫, ૫, ૧૦, ૧૧, ૯ અને ૧૧.
આમ એકંદર ૧૨૪ કડી છે. એમાં “કલશ"ની એક કડી ઉમેરતાં ૧૨૫ થાય છે. એને “ગાથા ગણી આ સ્તવનને સવાસો ગાથાનું સ્તવન કહે છે.
દેશી – અગિયારે ઢાલની દેશી ભિન્ન ભિન્ન છે. આઠમી ઢાલની દેશી ચોપાઈ છે.
રાગ – બીજી ઢાલના રાગનું નામ “ગોડી અને પાંચમી ઢાલના રાગનું નામ કેદારો છે.
વિષય – ઢાલ દીઠ વિષય નીચે મુજબ છે :
(૧) કુગુરુનું અને શુદ્ધ દેશનાનું સ્વરૂપ, (૨) આત્માની ઓળખાણ, (૩) આત્મતત્ત્વનો પરામર્શ, (૪) શુદ્ધ નય અર્થાત્ નિશ્ચય-નય પ્રમાણેની પ્રરૂપણા, (પ-૬) વ્યવહાર-નયની સિદ્ધિ, (૭) મોક્ષમાર્ગની અને ભવમાર્ગની સમજણ, (૮-૯) દ્રવ્યસ્તવ અને ભાવ-સ્તવનું નિરૂપણ, (૧૦) નિશ્ચય-ધર્મ અને વ્યવહાર-ધર્મ અને (૧૧) પ્રભુ પ્રત્યે વાસ્તવિક રાગ.
કુગુરુની ઝાટકણી અને માફીપત્ર – પહેલી ઢાલમાં કુગુરુની ઝાટકણી કઢાઈ છે. તેમ કરતી વેળા જે નિમ્નલિખિત ત્રણ કડીઓ રચાઈ તેને અંગે વિ. સં. ૧૭૧૭માં
૧. આ સ્તવન પ્રકરણ રત્નાકર (ભા. ૩ પૃ. ૭૩૭૫૯)માં ઈ. સ. ૧૮૭૮માં, સજ્જન
સન્મિત્ર પૃ. ૨૯૯-૩૦૯)માં ઈ. સ. ૧૯૧૩માં, “મહાવીર જૈન સભા” તરફથી પ્રકાશિત શ્રીમદ્ યશોવિજયજી વિરચિત પ્રાચીન સ્તવનો મૃ. ૧-૩૦)માં, પદ્મવિજય (2ના બાલાવબોધ સહિત વિ. સં. ૧૯૭૫માં ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૨૧૨-૨૨૮)માં વિ. સં. ૧૯૯૨માં, જે. . પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૬માં પ્રકાશિત પ્રાચીન
સ્તવનાદિસંગ્રહમાં છપાવાયું છે. વિશેષમાં આ સ્તવન સાક્ષીપાઠ સહિત નિમ્નલિખિત નામથી “ઋ કે. જે. સં. તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત પુસ્તકમાં છપાયું છે: "न्यायाचार्यश्रीयशोविजयकृतानि स्तवनानि साक्षिधृतपाठवुतानि सवासो
दोढसो ने साढी त्रणसो गाथानां स्तवनो साक्षिपाठ सहित" ૨. આનો પરિચય મેં “જ. સ. પ્ર.” વ. ૨૨, એ. ૭)માં પ્રકાશિત “ન્યાયાચાર્ય
યશોવિજયગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો” નામના મારા લેખમાં આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org