________________
યશોદોહનઃ ખંડ-૨
૧૧૧ સાક્ષીરૂપ ગ્રંથો – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોની સાક્ષી અપાઈ છેઃ
આચાર (ઢા. ૫), આવશ્યક (ઢા. ૫), ઉત્તરાધ્યયન (ઢા. ૪), ઓઘ (ઢા. ), ઓઘનિર્યુક્તિ (ઢા. ૪) અને ભગવાઈ (ઢા. જી.
"સીમધરસ્વામીને વિનતિ – આ ગુજરાતી સ્તવન ચાર ઢાલમાં રચાયું છે અને અંતમાં એક પદ્યનો કલશ' છે. ચાર ઢાલમાં અનુક્રમે ૧૨, ૧૨, ૧૦ અને ૬ કડી છે. આમ આ સ્તવનમાં કુલ્લે ૪૧ (૪૦ + ૧) કડી છે. આ સ્તવન વિજયપ્રભસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૭૧૦થી ૧૭૪૭ના ગાળામાં રચાયું છે. અંતમાં કર્તાએ પોતાને માટે “વાચકનો પ્રયોગ કર્યો છે તે તેમજ એમના સ્વર્ગગમનનું વર્ષ વિચારતાં આ સ્તવન વિ. સં. ૧૭૧૮થી ૧૭૪૫ દરમ્યાન રચાયેલું ગણાય.
આ સ્તવન દ્વારા કર્તાએ પ્રારંભમાં સમન્વરસ્વામીને વિનતિ કરી છે અને અંતમાં એમના પ્રત્યે પોતાનો ભક્તિભાવ દર્શાવ્યો છે. આ કૃતિનો મુખ્ય વિષય નિશ્ચય-નય અને વ્યવહાર-નવનું સ્વરૂપ દર્શાવવાનો છે. પહેલી ઢાલમાં કહ્યું છે કે આ બંને નયોનું સેવન કરાય તો તે ઉપકારી નીવડે. એના સમર્થનાર્થે (૧) શિબિકા ઊંચકનારનું તેમજ (૨) અનેક રત્નો જે છૂટાંછવાયાં હોય તે એક દોરડામાં સાંકળી લેવાય તો એથી બનનારી માળાનું દત અપાયેલ છે. એકેક નવ ભિન્ન ભિન્ન હોય તો તે મિથ્યાત્વ છે. જ્યારે એ ભેગા હોય તો સમ્યકત્વ છે. પંખીને ઊડવા માટે જેમ બે પાંખની અને રથ ચાલે તે માટે બે પૈડાંની જરૂરિયાત છે તેમ જૈન શાસનને ઉપર્યુક્ત બંને નય જોઈએ.
આ બંને નય સરખા શુદ્ધ તેમજ અશુદ્ધ છે. એ નવો પોતપોતાને વિષે શુદ્ધ અને અન્યને વિષે અશુદ્ધ છે.
નિશ્ચય-નય પરિણામની અપેક્ષાએ મોટો નથી. નિશ્ચય-નય એ કાર્ય છે, જ્યારે વ્યવહારનય કારણ છે.
નિશ્ચય-નય પ્રમાણે કોઈ ગુરુ, શિષ્ય, કત કે ભોક્તા નથી. એથી એ નય મુજબની દેશના ઉન્માર્ગ છે, જ્યારે વ્યવહાર-નવ પ્રમાણે ગુરુ વગેરે સંભવે છે એટલે એ નય અનુસારની દેશના સન્માર્ગ છે.
વિધિને જોઈએ વ્યવહાર ત્યજાય તે ઉચિત નથી. એ તો દ્રવ્યાદિક પ્રમાણે હોય. પાઠ, ગીત અને નૃત્યની કળા પહેલેથી જ શુદ્ધ હોતી નથી, એ તો અભ્યાસથી ૧. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૨૦૬-૨૧૧)માં છપાવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org