________________ ચરિત્રો અને ધર્મકથા પેટે પુત્ર તરીકે અવતરે છે. એનું નામ શિવકુમાર રખાય છે. એના ભાઈ ભવદત્ત સ્વર્ગમાંથી અવી મનુષ્ય તરીકે અવતરી સાગરદત્ત નામે સાધુ બને છે તેઓ પોતાના એક વેળાના ભાઈ શિવકુમારને વૈરાગ્યવાસિત કરે છે. શિવકુમાર દીક્ષા માટે અનુજ્ઞા આપવા માતાપિતાને વિનવે છે, પણ એ ન મળતાં ભાવયતિ તરીકે જીવન વ્યતીત કરે છે. અંતમાં એઓ આયુષ્ય પૂર્ણ કરી બ્રહ્મલોકમાં સામાનિક દેવ તરીકે જન્મે છે. ત્યાં એનું નામ વિદ્યુમ્ભાલી રખાય છે. એને ચાર પત્ની હોય છે. એ પાંચે જણ મનુષ્ય તરીકે જન્મે છે. વિદ્યુમ્માલી તે જંબૂસ્વામી તરીકે ઓળખાય છે. એનાં લગ્ન એ પૂર્વભવની ચાર પત્ની તેમજ બીજી ચાર કન્યા સાથે થાય છે. એ પહેલાં નક્કી કર્યા મુજબ લગ્ન થતાં તરત જ દીક્ષા લેવા તૈયાર થાય છે એવામાં અવસ્વાપિની અને તાલોદ્ધાટની વિદ્યા વડે વિભૂષિત પ્રભવ નામનો ચોર ત્યાં આવે છે. એની વિદ્યા નામે “અવસ્વાપિની'ની જંબૂસ્વામી ઉપર અસર થતી નથી. એથી એ પ્રભાવિત થઈ એમની સાથે વાતચીતમાં ઊતરે છે. પ્રભવચોરને જંબુસ્વામી મધુબિન્દુનું દૃષ્ટાંત કહી એનો ઉપનય સમજાવે છે. પછી કુબેરદત્તના કથાનક દ્વારા અઢાર નાતરોનું નિરૂપણ કરે છે. પ્રભવશોર કહે છે કે પુત્ર હોય તો પિતાને તારે. એ સાંભળી જંબૂસ્વામી મહેશ્વરદત્તની કથા કહે છે. ત્યાર બાદ જંબૂસ્વામીની એક પત્ની નામે સમુદ્રશ્રી બક નામના ખેડૂતની કથા કહે છે. એના પ્રત્યુત્તરરૂપે જંબૂસ્વામી કાગડાની કથા કહે છે. પછી પદ્મશ્રી વાનર-વાનરીની કથા કહે છે. એના જવાબમાં જબૂસ્વામી અંગારકારકની કથા કહે છે. ત્યારબાદ પદ્મસેના નૂપુરમંડિતા દુમિલાની કથા કહે છે. એના ઉત્તરરૂપે જંબૂસ્વામી વિધુમ્ભાલીનું વૃત્તાંત વર્ણવે છે. ત્યારબાદ વારાફરતી બૂસ્વામીની બાકીની પાંચ પત્નીઓ પૈકી એકેક કથા અને જંબૂસ્વામી એના પ્રત્યુત્તરરૂપે એકેક કથા કહે છે. એ દસ કથાઓ નીચે મુજબ છે : શંખધમકની કથા, વાનરની, સ્થવિરાની, ઘોડાની, ગ્રામકૂટસુતની, સોલ્લાકની, મા-સાહસની, ત્રણ મિત્રની, નાગશ્રીની અને લલિતાંગકુમારની. જંબૂસ્વામીનો દીક્ષા લેવા માટેનો દઢ નિયમ જાણીને એની આઠે પત્નીઓ દીક્ષા લેવા તૈયાર થાય છે. જંબૂસ્વામીનાં માતાપિતા અને સાસરા પણ દીક્ષાર્થી બને છે. પ્રભવચોર પણ પ્રતિબોધ પામે છે. સવાર પડતાં જંબૂસ્વામી વગેરે દીક્ષા 1. એનાં નામ અનુક્રમે કનકસેના, નભસેના, કનકશ્રી, કમલવતી અને જયસિરિ (જયશ્રી) 2. આ પક્ષીનો પરિચય મેં “મા-સાહસ પક્ષી નામના લેખમાં આપ્યો છે. આ લેખ “ભારતી” (વાર્ષિક, વિ. સં. ૨૦૦૫માં છપાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org