________________ યશોદોહનઃ ખંડ-૨ સ્કંધ)ના સોળમા અઝયણ (અધ્યયન)માં વિસ્તારથી લગભગ શરૂઆતમાં આપ્યો છે. આમ આ સઝાયનો આધાર જૈન આગમ - છઠું અંગ છે. "જબૂસ્વામીનો રાસ વિ. સં. 1739) - આ રાસનો પ્રારંભ યશોવિજયજી ગણિએ સાત “દૂાથી કર્યો છે. ત્યારબાદ એમણે 37 ઢાલરૂપે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે. તેરમી, બાવીસમી અને ઓગણત્રીસમી ઢાલ પછી બબ્બે વાર દૂહા છે. સાતમી, પાંત્રીસમી, છત્રીસમી અને સાડત્રીસમી ઢાલ પછી દૂહા નથી, પાંચમી ઢાલ અને એના દૂહા પછી પ્રથમ અધિકાર, તેરમી ઢાલના પહેલા દૂહા પછી દ્વિતીય અધિકાર, બાવીસમી ઢાલના પહેલા દૂહા પછી તૃતીય અધિકાર, ૨૯મી ઢાલના પહેલા દુહા પછી ચતુર્થ સર્ગ અને સાડત્રીસમી ઢાલના અંતમાં પાંચમો સર્ગ એમ ઉલ્લેખ જોવાય છે. આમ જે પાંચ વિભાગ પુષ્પિકા દ્વારા દર્શાવાયા છે. તેમાંની પહેલા, બીજા અને પાંચમાની પુષ્યિકામાં "પ્રાકૃત પ્રબંધ” એવો ઉલ્લેખ છે. રાસની શરૂઆત શારદાદેવીની સ્તુતિ દ્વારા અને પોતાના ગુરુ વિબુધ નયવિજયજીના નામોલ્લેખપૂર્વક યશોવિજયજી ગણિએ કરી છે. એમણે પહેલા જ દૂહામાં કહ્યું છે કે ગંગાકિનારે જાપ જપતાં શારદાદેવી મારા ઉપર તુષ્ટ થઈ. બીજા દૂહામાં એમ કહ્યું છે કે શારદાદેવીએ તુષ્ટ થતાં મને તર્ક અને કાવ્યનું તે સમયે વરદાન આપ્યું. પ્રારંભમાં જંબૂસ્વામીના ‘ચાર ભવ નીચે મુજબ વર્ણવાયા છે : બીજી ઢાલમાં રાષ્ટ્રકૂટની પત્ની રેવતીના બે પુત્ર નામે ભવદેવ અને ભવદત્તનો અધિકાર છે. ભવદેવ નાગિલાને પરણે છે. પછી એ નાગિલાને કુળાચાર પ્રમાણે મંડિત કરે છે - શણગારે છે. શરીરે ચંદન લગાડવું, કેશપાશ બાંધવો, કેસરનું તિલક કરવું, કપોલ ઉપર કસ્તૂરીની પત્રલતા કરવી અને ઉરોજનું મંડન કરવું એ કાર્ય એ કરે છે. એવામાં એમના ભાઈ ભવદત્ત આવે છે. એમનું વચન સારું કરવા ભવદેવ દીક્ષા લે છે. ભવદત્તનો સ્વર્ગવાસ થતાં ભવદેવ અર્ધમંડિત નાગિલાને મળવા ઉપડે છે. અને સંસાર માંડવાની વાત કરે છે, પણ નાગિલા એમને પ્રતિબોધ પમાડી મુનિપણામાં સ્થિર કરે છે અને પોતે પણ દિક્ષા લે છે. પછી ભવદેવ આયુષ્ય પૂર્ણ થતાં સૌધર્મમાં સામાનિક દેવ બને છે. ત્યાંથી અવી પવારથ રાજાની રાણી વનલતાને 1. આ રાસ ગૂ. સા. સં. ના દ્વિતીય વિભાગના લગભગ અંતમાં મૃ. ૧-૮૩માં છપાયો છે. 2. ભવદેવ, સૌધર્મમાં સામાનિક દેવ, શિવકુમાર અને બ્રહ્મલોકમાં વિદ્યુમ્માલી નામનો સામાનિક દેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org