________________ યશોદોહનઃ ખંડ-૨ 75 આ રાસ પૂરો કરી શક્યા નહિ. એમના વિશ્વાસપાત્ર યશોવિજયજી ગણિએ - પ્રસ્તુત ચરિત્રનાયકે આ રાસ પૂર્ણ કર્યો. એ પૂર્ણાહુતિ વિ. સં. 1738 પછી ટૂંક સમયમાં - મોડામાં મોડા વિ. સં. ૧૭૪પના પ્રારંભમાં કરાઈ હશે. આ રાસ શ્રીપાલ રાજાનું સવિસ્તર જીવન-ચરિત્ર પૂરું પાડે છે. એમાં 1251 ગાથા છે. તેમાંની છેલ્લી 501 ગાથા યશોવિજયજીએ રચી છે. વિનયવિજયજીએ પહેલા ખંડમાં 11 ઢાલ અને બીજામાં 4 રચી. ત્યાર બાદ ત્રીજામાં પાંચમી ઢાલનો થોડોક ભાગ રચાતાં એ કાર્ય અટક્યું અને એ ઢાલ યશોવિજયજીએ પૂર્ણ કરી કે પછી આખી જ રચી હોય એમ એ ઢાલની અંતિમ (૩૧મી) કડીમાંના “તે વિનય સુજસ ઘણો” દ્વારા વપરાયેલ “સુજસ' ઉપરથી જાણી શકાય છે. ત્રીજા ખંડમાં એકંદર આઠ ઢાલ છે. એમાંની છેલ્લી ત્રણ અને પાંચમી ઢાલ (થોડી કે પૂરેપૂરી) યશોવિજયજીએ રચી છે. ચોથા ખંડમાં ચૌદ ઢાલ છે. એ પણ એમની રચના છે. એ દ્વારા એમણે શ્રીપાલ નરેશ્વરના જીવનને લગતી નિમ્નલિખિત ઘટનાઓ વર્ણવી છે અને તેમ કરીને વિનયવિજયજીગણિના કાર્યને પૂર્ણ કર્યું છે એટલું જ નહિ પણ એને દીપાવ્યું છે અને પોતાની ઉત્તમ કાવ્યકળાનો પરિચય પૂરો પાડ્યો છે? વીણાવાદન દ્વારા ગુણસુંદરી સાથે લગ્ન, વામનરૂપે સ્વયંવરમાં કૈલોક્યસુંદરી ઉર્ફે તિલકસુંદરી સાથેનું પાણિગ્રહણ (ઢા. 6), શૃંગારસુંદરી અને એની પાંચ સખીની સમસ્યા પૂતળાના મુખે પૂર્ણ કરાવી શ્રીપાલે શૃંગારસુંદરી અને એની પાંચ સખી સાથે કરેલાં લગ્ન, (ઢા. 7) રાધાવેધ સાધી જયસુંદરી સાથે લગ્ન, સર્પદંશથી મૂછિત તિલકસુંદરીને સારી કરી તેની સાથે લગ્ન ('ઢા. 8), મયણાના પિતાને કહેણ, અજિતસેનનો પરાજય, એમની દીક્ષા, શ્રીપાલે એમની (દાર્શનિક તત્ત્વથી મંડિત) કરેલી સ્તુતિ (ઢા. 5), અવધિજ્ઞાની અજિતસેનની દેશના (મનુષ્યભવ વગેરેની દુર્લભતા, દશવિધ ધર્મ, ચાર અનુષ્ઠાન તેમજ વિષ-ક્રિયા વગેરે પાંચ જાતની ક્રિયા). શ્રીપાલનો પૂર્વભવ, ઉદ્યાપન (ઢ. 10), અરિહંતાદિ નવ પદોનું નિરૂપણ (ઢા. 11), અને શ્રીપાલાદિનો સ્વર્ગવાસ. 1. ‘ત્રટ ત્રટ તુટે તાંત ગમા જાયે ખસી હો લાલ” થી શરૂ થતી વીસમી કડી રચાતાં રાસનું કાર્ય બંધ પડ્યું એમ અનુમનાય છે. 2. આ શ્રીપાલ રાજાની પાંચમી પત્ની છે. એ પહેલાની ચાર પત્નીનાં નામ મયણા ભદના) સુંદરી, મદનસેના, મદનમંજૂષા અને મદનમંજરી છે. 3. આના વર્ણનાદિ માટે જુઓ મારો લેખ નામે “રાધાવેધ". આ લેખ અહીંનાં સુરતના) પ્રભાકર" (દીપોત્સવી અંક વિ. સં. ૨૦૦૫)માં છપાયો છે. 4. અહીં ૨૧મી કડીમાં આઠ દૃષ્ટિ વિષે બાંધેભારે ઉલ્લેખ છે. 5. અહીંથી ચોથા ખંડનો પ્રારંભ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org