________________ 76 ચરિત્રો અને ધર્મકથા ચોથા ખંડની પહેલી ઢાલની સાતમી કડીમાં અમૃતક્રિયાનાં લક્ષણ દર્શાવાયાં છે. ત્રીજા ખંડની છઠ્ઠી ઢાલની નિમ્નલિખિત ૨૧મી કડી એક સંસ્કૃત સુભાષિતનું સ્મરણ કરાવે છે: છે મધુર યથોચિત શેલડી, દધિ, મધુ સાકર ને દ્રાખ રે; પણ જેહનું મન જિહાં વેધિયું, તે મધુર ન બીજા લાખ રે, જૂ. 21" ઉપર્યુક્ત સુભાષિત નીચે પ્રમાણે છે : “दधि मधुरं मधु मधुरं द्राक्षा मधुरा सुधाऽपि मधुरैव / तस्य तदेव हि मधुरं यस्य मनो यत्र संलग्नम् // " - સુભાષિત રત્નભાંડાગાર પૃ. 177, શ્લો. 76 6 બારમી ઢાલમાં જાણે મહાવીર સ્વામી શ્રેણિકને ઉદ્દેશીને નિશ્ચયનયપૂર્વકની દેશના દે છે અને અરિહંતાદિ નવ પદનું એ રીતે નિરૂપણ કરી નવપદનો મહિમા વર્ણવે છે. તેરમી ઢાલમાં કવિ અનુભવજ્ઞાનની મહત્તા દર્શાવે છે. આના પછી કલસરૂપ ચૌદમી ઢાલ છે. એમાં યશોવિજયજી ગણિએ હીરવિજયસૂરિ વગેરેનું ગુણોત્કીર્તન કર્યું છે. વિશેષમાં એમણે વિનયવિજયજી ગણિ સાતસો ગાથા રચી સ્વર્ગે સિધાવ્યા અને આ રાસનો પ્રારંભ એમણે વિનયવિજયજી ગણિએ ક્યાં અને ક્યારે કર્યો એ બાબતો રજૂ કરી છે. યશોવિજયજીની રચનાની વિશેષતા એ છે કે એમાં એમણે વિનયવિજયજી ગણિની જેમ એકલો કાવ્યરસ પીરસ્યો નથી, પણ કેટલીક દાર્શનિક માહિતી પણ એમણે પૂરી પાડી છે. જે કડીઓ રચ્ય બદલ વિ. સં. ૧૭૧૮માં યશોવિજયજીને માફીપત્ર લખી આપવું પડ્યાનું કેટલાક કહે છે તેમાંની એક કડી તે નીચે મુજબની ચોથા ખંડની તેરમી ઢાલની નવમી કડી છે: જિમ જિમ બહુશ્રુત બહુજન સમ્મત, બહુલ શિષ્યનો શેઠો; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ અનુભવ નેઠો રે. મુ. " આ સમ્મઈપયરણના ત્રીજા કાંડની ૬૬મી ગાથાના અનુવાદરૂપ છે. 1. આ ઢાલની ચૌદમી (અંતિમ) કડીના અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છે. વાણી વાચક જશ તણી કોઈ નર્યો ન અધૂરી" 2. “નહ ન વસ્તુમો સમો , સિસમ્પો ય | अविणिच्छिओ य समए, तह तह सिद्धन्तपडिणीओ // 66 // " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org