________________
યશોદોહનઃ ખંડ-૧
૧૭ શિષ્ય-પરંપરા – યશોવિજયજીગણિને કોઈ એક શિષ્ય તો હતા જ એ વાત તર્કભાષાની પ્રશસ્તિ (શ્લો. ૪) ઉપરથી જાણી શકાય છે, કેમકે એ ગ્રન્થ એમણે શિષ્યની પ્રાર્થનાથી રચ્યાનું કહ્યું છે આ શિષ્યનું નામ એમણે આપ્યું નથી. યોગદષ્ટિસઝાયની ટબ્બા સહિતની એક હાથપોથી દેવવિજયગણિએ વિ. સં. ૧૭૯૭માં લખી છે. એના ટબ્બાના અંતમાં એમણે પોતાની ગુરુપરંપરા પુષ્પિકા રૂપે આપી છે. એ ઉપરથી તેમજ પ. સ. (ભા. ૧) ગત ગુરુમાલા (મૃ. ૧૦૬, ટિ.) ઈત્યાદિ ઉપરથી યશોવિજયજીગણિની શિષ્ય પરંપરા નીચે મુજબ દર્શાવી શકાય:
યશોવિજયજીગણિ
હેમવિજય જિનવિજય પં. ગુણવિજયગણિ | મહાવિજય મણિવિજય
દયાવિજય | માનવિજયગણિ માણેકવિજય વિ.સં. ૧૭૪૫) તત્ત્વવિજય
*સૌભાગ્યવિજય રૂપવિજય પં. કેશરવિજય સુમતિવિજય
ગણિ ગણિ ગણિ
પં. વિનીતવિજયગણિ ઉત્તમવિજય
વિ.સં. ૧૮૩૦માં નવપદપૂજાના કત)
દેવવિજયગણિ વિ. સં. ૧૭૯૭માં યોગદષ્ટિસઝાયની નકલ કરનાર અને વિ. સં. ૧૮૨૧માં અષ્ટપ્રકારી પૂજા રચનાર)
૧. આ પુષ્યિકા મુ. ક. જૈ. મો.માં પ્રકાશિત પ્રતિમાશતકના “કિંચિત્ પ્રાસ્તાવિક” પત્ર ૧૬)માં
અપાઈ છે. આ પુષ્યિકામાં યશોવિજયજીગણિને “સકલતાર્કિકચક્રચૂડામણિ-મહોપાધ્યાય કહ્યા છે. ૨. આ મુનિને માટે સામ્યશતકનો ઉદ્ધાર કરી સમતાશતક યશોવિજયજીગણિએ રચ્યું હતું.
એ ઉપરથી હું એઓ આ ગણિના શિષ્ય હોવાની કલ્પના કરું છું. ૩, ૪, ૫. જુઓ જ્ઞાનસારના બાલાવબોધિની વિ. સં. ૧૭૬ ૮માં લખાયેલી હાથપોથીની
પુસ્તિકા. આ. વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત જ્ઞાનસારની આવૃત્તિ પૃ.૧૯૮)માં છે. ૬. જુઓ ન્યા. ય. સ્મૃનું આમુખ (મૃ. ૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org