SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા જીવોનાં કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં કર્મો હળવા પ્રકારનાં અને નહિવત્ બંધાય છે. પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનામોટાં પાપ કરતા રહે છે. પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે શુi #ર્મ પાપમ્ I (અશુભ કર્મ તે પાપ છે), પાતતિ નરવિષ્યિતિ પાપા (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પતિ પતિથતિ વ પાપં . (જે જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.) હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુસ્ત્રીગમન એ ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છેઃ ब्रह्महत्या सुरापानं स्तेयं गुर्वंगनागमः । ___ महान्ति पातकान्याहुः संसर्गश्चापि ते सहः ।। હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાળહત્યા અને ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો “નીતિવાક્યામૃત'માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટાં પાપ તરીકે સ્વામીદ્રોહ, સ્ત્રીવધ અને બાળવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીજી પાતાનિ : પ્રતિ – स्वामिद्रोहः, स्त्रीवधो बालवधश्चेति । મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ મુખ્ય પ્રકાર બતાવી, એ પ્રત્યેક પ્રકારનાં એવાં મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy