SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ जहा भुयाहि तरिउं दुक्करं रयणायरो । तहा अणुवसन्तेणं दुक्करं दमसागरो ।। [જેમ ભુજાઓથી સમુદ્ર તરી જવો દુષ્કર છે તેમ ઉપશાન્ત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે.] છેક પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુ-સંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગોપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખ્ખ, પાદરી, ફકીર ઇત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગે સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાકે અજ્ઞાનથી, લાચારીથી, દુઃખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઈ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વેરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે. કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુઃખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગોપભોગની સામગ્રી સુલભ બનતાં ફરી તેમનામાં સાંસારિક ભાવો અને કલ્પનાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy