SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए । ‘એ તો બીજું કંઈ નહિ, પણ સિગરેટ પીને ઘરે આવ્યો હોય અને ઘરનાં પૂછે તો ના જ કહેવી પડે ને.’ ‘એટલે એ સિગરેટ પીએ છે ?’ ‘ના રોજ નહિ, પણ સરખે સરખા મિત્રો કલબમાં પાનાં રમતાં હોય અને કોઈ પીવા આપે તો પીવી પડે.’ ‘એટલે કલબમાં જાય છે અને જુગાર રમે છે ?' ‘ના, રોજ નહિ. એ તો જે દિવસે દારૂ મંગાવ્યો હોય અને બધા પીતા હોય ત્યારે જુગાર રમવાનું મન થાય.’ ‘એટલે દારૂ પણ પીએ છે ?’ ‘ના રે, એ તો ક્યારેક મોડી રાતે બહાર રખડવા નીકળ્યા હોય, કોઈ બાઇને ઘરે ગયા હોય ત્યારે ત્યાં દારૂ આપે તો પીવો પડે.’ ૩૩૩ આમ એક વ્યસનમાંથી ધીમે ધીમે બધાં વ્યસનની એમણે વાત કરી. વસ્તુતઃ માણસ જ્યારે વ્યસની બને છે ત્યારે ધીમે ધીમે એનાં વ્યસન વધે છે. આખી દુનિયામાં કામુકતા વધી રહી છે. એ માટે જાતજાતની દવાઓ પણ નીકળી છે. કામુકતાની સાથે વ્યભિચાર, બળાત્કાર, હત્યા, આત્મહત્યા ઇત્યાદિ પ્રકારની ઘટનાઓ પણ વધવા લાગી છે. રોજ સવારે અખબાર વાંચતાં આવી બધી ઘટનાઓ વિશે વધુ વાંચવા મળે છે. આમાંથી બચવા માટે સર્વ સ્તરે વિચારણા થવી ઘટે. કબૂતર, કૂતરાં, ગધેડાં વગેરે પશુપંખીઓમાં જાહેરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy