________________
कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए।
૩ ૨૯
કરી નાખે તો કર્મચારીઓ એનો કોડવર્ડ શોધી કાઢીને પણ જોઇ લેતાં હોય છે. આવું જ ઘરોમાં નાનાં બાળકો કે મોટા માણસો પણ કરતા હોય છે. કોડવર્ડ શોધી કાઢતાં નાનાં બાળકો પણ શીખી જાય છે. કેટલીક વખત માતા પિતાને વખતોવખત કોડવર્ડ બદલતા રહેવું પડે છે.
જાતજાતની અશ્લીલ ફિલ્મો તો આખી દુનિયામાં પ્રસરી ગઈ છે. એક વખત મધ્યપ્રદેશમાં એક સ્થળેથી બીજે સ્થળે અમે જઈ રહ્યા હતા. રસ્તામાં એક નાના ગામમાંથી અમારી ટેક્ષી પસાર થઈ ત્યારે ત્યાં એક સ્થળે ઘણા પુરુષોનું મોટું ટોળું એકઠું થયું હતું. જાણે કોઈ ઘટના ન બની હોય ! ટેક્ષી ડ્રાઇવરે કહ્યું કે આ બધા સિનેમા જોવા એકઠા થયા છે. નજર કરી તો ગામઠી થિયેટર ઉપર કોઈ ઇંગ્લીશ પિક્સરનું નામ હતું.
આ બધાને ઇંગ્લીશ પિક્સરમાં શી સમજ પડે ?” અમે પ્રશ્ન કર્યો.
ટેક્ષી ડ્રાઇવરે જવાબ આપ્યો કે “પહેલાં આ થિયેટર ખોટમાં ચાલતું હતું. જ્યારથી ઇંગ્લીશ પિક્યરો ચાલુ કર્યા ત્યારથી ધૂમ કમાણી કરે છે. આજુબાજુના ગામડાના છોકરાઓ પણ અહીં પિશ્ચર જોવા આવે છે.”
પણ આ લોકોને તો ઇંગ્લીશમાં લખતાં વાંચતાં કે બોલતાં પણ નહિ આવડતું હોય. પિક્સરમાં શી સમજ પડે ?'
ટેક્ષી ડ્રાઇવરે કહ્યું કે “એ લોકોને ક્યાં પિશ્ચર જોયું છે ? પણ પિક્યરની વચ્ચે બે-ત્રણ મિનિટ નગ્ન ફિલ્મ બતાવી દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org