________________
૩ ૨ ૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
જાય છે અને ફેલાય છે. અમેરિકા જેવા રાષ્ટ્રને ઓસામા બિન લાદેનની જેટલી ફિકર છે એટલી જ ફિકર પોતાના દેશમાં ચરસ, ગાંજો વગેરે માદક પદાર્થો ઘૂસીને પોતાના યુવાનોને પાયમાલ કરી દે છે એની છે. પાશ્ચાત્ય દેશોમાંથી અને બીજેથી પણ અશ્લીલ સામયિકો, અશ્લીલ વિડિયો ફિલ્મ વગેરે આખી દુનિયામાં પહોંચી ગયાં છે. ભારત પણ એમાં બાકાત નથી.
કુશીલવર્ધક સ્થાનને દૂરથી ત્યજવાની વાત તો બરાબર છે, પણ હવે વર્તમાન કાળમાં ટી.વી., કોમ્યુટર વગેરે કુશીલનાં નિમિત્તો આપણા ઘરોમાં આવી ગયાં છે. આપણે એનાથી આઘે જઇએ તેને બદલે તે જ આપણી પાસે આવી ગયાં છે. માટે આપણી જવાબદારી ઘણી બધી વધી જાય છે.
પાંચ દાયકા પૂર્વે જે પ્રકારનાં ચલચિત્રો બતાવાતાં હતાં તેના કરતાં વર્તમાન ચલચિત્રોમાં સ્ત્રીપુરુષના અભિનયમાં ઘણી છૂટ લેવાય છે. કેટલાકમાં તો વિષયો જ એવા લેવાય છે. પાશ્ચાત્ય દેશોમાં તો આ જીવનના એક સ્વાભાવિક ક્રમ તરીકે સ્વીકારાયું છે, પરંતુ એથી અનેકનાં જીવન પાયમાલ થાય છે.
પોર્નોગ્રાફી અર્થાત્ અશ્લીલતાભર્યા દૃશ્યોથી કમાણી કરી લેવા માટે કેટલા બધા માણસો દુનિયામાં નીકળ્યા છે. કોમ્યુટર ઉપર એવાં દૃશ્યો કેટલા બધા માણસો નિહાળે છે. કેટલાક દેશોમાં ઑફિસમાં કામકાજ કરતાં કરતાં વચ્ચે એવાં દૃશ્યો નિહાળી લેનાર કર્મચારીઓ હોય છે. કંપનીઓ એ Lock
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org