SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ थोवं लधुं न खिंसऐ। ૨ ૮ ૧ વગેરેની કંઇક ખામી બતાવીને પોતાના અસ્તિત્વનું બીજાને ભાન ન કરાવે ત્યાં સુધી એવી કોઈક મહિલાઓને ચેન પડતું નથી. પોતાના રસોઇયાએ સારામાં સારી રસોઈ કરી હોય છતાં પોતે એને બેચાર વાનગી માટે ટોકે નહિ ત્યાં સુધી કેટલાક સજ્જનોને ગળે કોળિયો ઊતરતો નથી. વૈભવી રાજમહેલ જેવું ઉતારા માટે સ્થળ મળ્યું હોય તો પણ મોટું મચકોડનારા સજ્જનો જોવા મળશે. કેટલાક માણસોનું એવું મંતવ્ય હોય છે કે બીજાને એની અપૂર્ણતાનું ભાન ન કરાવીએ તો એ સુધરશે ક્યારે ? પોતાને ઓછું મળ્યું છે એ પ્રત્યે ધ્યાન ખેંચીએ તો જ બીજી વાર એ ભૂલ ન કરે. કેટલાકથી પોતાને ઓછું મળ્યાનો અસંતોષ જાણતા અજાણતાં વ્યક્ત થયા વગર રહેતો નથી. કોઇક તત્કાળ વ્યક્ત કરે છે, કોઇક પછીથી; કોઇક જાહેરમાં વ્યક્ત કરે છે, કોઇક અંગત વર્તુળમાં. અલ્પપ્રાપ્તિ માણસને જ્યારે ખટકે છે ત્યારે એની પ્રતિક્રિયા ચાલુ થાય છે. જેઓ વસૂલ કરવાની વૃત્તિવાળા હોય છે, પોતાનાં નાણાં પ્રમાણે વસ્તુ બરાબર. મેળવવાના આગ્રહી હોય છે એમની પ્રતિક્રિયા તો તરત જ ચાલુ થાય છે. એક વખત એક બાળકી પોતાના વર્ગના બીજા એક વિદ્યાર્થીના જન્મદિવસે એને ઘરે યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. બીજાં બાળકો પણ આવ્યાં હતાં. પાર્ટીમાં બધાંને નાસ્તા પછી આઇસ્ક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ પણ લીધો. ત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy